NAVSARINAVSARI CITY / TALUKO

૨૫-નવસારી લોકસભા મતદાર વિભાગના ખર્ચ ઓબ્ઝર્વર શ્રી હર્ષિત દિલિપ બારી એ મીડિયા સેન્ટરની મુલાકાત લીધી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ભારતીય ચૂંટણી પંચના આદેશાનુસાર શરૂ કરવામાં આવેલા મીડિયા સેન્ટર (અને ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેન્ટર – EMMC) ની આજ રોજ ખર્ચ ઓબ્ઝર્વર શ્રી હર્ષિત દિલિપ બારીએ મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉભા કરવામાં આવેલ આ મીડિયા સેન્ટરની મુલાકાત લેતી વેળાએ તેઓની સાથે નવસારી જિલ્લા પંચાયતના હિસાબી અધિકારીશ્રી એમ. એમ. પટેલ તેમજ અન્ય હિસાબી અધિકારીઓ પણ જોડાયા હતા. લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આજરોજ નવસારી લોકસભાની સંસદીય બેઠકમાં સમાવિષ્ટ મતદાર વિભાગો માટે નિમાયેલા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી હર્ષિત દિલિપ બારીએ મિડીયા સેન્ટર અને EMMC ની મુલાકાત લઈ ઈ.ઍમ.ઍમ.સી. કર્મચારીઓ દ્વારા પ્રિન્ટ કવરેજ અને ઈલેક્ટ્રોનિક મીડિયાની ચેનલોના મોનિટરીંગને નિહાળ્યું હતું. આ પ્રસંગે સમગ્ર કામગીરીની વિગતો સહાયક માહિતી નિયામકશ્રી યજ્ઞેશ ગોસાઈએ ઓબ્ઝર્વરશ્રીને આપી હતી.
આ સાથે ચૂંટણી ઓબઝર્વર શ્રી હર્ષિત દિલિપ બારીએ EMMC સાથે ડિસ્ટ્રીકટ કોન્ટેકટ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. લોકોની કેવા પ્રકારની ફરિયાદો આવે છે તેના નિરાકરણ માટે શું કાર્યવાહી કરવામાં આવે છે તે અંગેની વિગતોથી વાકેફ થયા હતા.
સાથે મીડિયા સેન્ટરમાં કર્મયોગીઓના સ્ટાફ દ્વારા ­ પ્રાદેશિક અને સ્થાનિક ચેનલોનું મોનીટરીંગ કરવામાં આવી રહયું છે. ખર્ચ ઓબ્ઝર્વર શ્રી હર્ષિત દિલિપ બારીએ મિડીયા સેન્ટરમાં પ્રદર્શિત કરાયેલી ૨૫-નવસારી સંસદીય બેઠક અંતર્ગત સ્ત્રી-પુરૂષ મતદારોનું પ્રમાણ, વિવિધ નોડલ ઓફિસર્સ, આર.ઓ, ઍ.આર.ઓ, નવસારી બેઠકનો ચૂંટણીલક્ષી ઈતિહાસ, મતદાતા હેલ્પલાઇન જેવી ઉપયોગી અને જ્ઞાનવર્ધક જાણકારી દર્શાવતી ડિસ્પ્લે પેનલો નિહાળી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button