JETPURRAJKOT

૩૦૦ થી વધુ જગ્યાઓની ભરતી માટે રાજકોટ આઈ.ટી.આઈ. ખાતે ૨૦ માર્ચે યોજાનારો પ્રધાનમંત્રી એપ્રેન્ટીસશીપ ભરતી મેળો

તા.૧૭ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટની આજી ડેમ ચોકડી પાસે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ૨૦ માર્ચના રોજ સવારે ૯.૩૦ કલાકે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે, જેમાં ૩૦૦ થી વધુ જગ્યાઓની ભરતી માટે કરવામાં આવશે.

આ ભરતી મેળામાં રાજકોટ જિલ્લાના ૧૦ જેટલા નામાંકિત ખાનગી એકમો તેમજ જી.એસ.આર.ટી.સી અને એરપોર્ટ ઓથોરિટી, રાજકોટનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને ઉમેદવારોની પસંદગી કરશે.

આ ભરતીમાં વિવિધ આઇ.ટી.આઇ ટ્રેડમાંથી પાસ થયેલા ડિપ્લોમા, ડિગ્રી, ગ્રેજ્યુએટ, ૭ પાસથી ૧૨ પાસ ની લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા, આધાર કાર્ડ, પાસપોર્ટ ફોટા, માર્કશીટ/સર્ટિફિકેટની જરૂરી નકલો સાથે સવારે ૯:૩૦ કલાકથી રાજકોટ આઇ. ટી.આઇ સંસ્થા ખાતે રૂબરૂ ઉપસ્થીત રહેવા આચાર્યશ્રી આઇ.ટી.આઇ રાજકોટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button