તા.૩૦/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
વિજળી બિલમાં મતદાનના સંદેશ થકી જસદણ પંથકના લોકોને કર્યા જાગૃત
Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને વધુને વધુ નાગરિકો મતદાનમાં સહભાગી બને તે માટે મતદાર જાગૃતિલક્ષી નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જસદણ પંથકમાં વીજળી બિલ પરંતુ મતદાર જાગૃતિ સંદેશાઓ જેવા કે “મતદાન જરૂર કરો અને કરાવો”, “૧૦ મિનિટ દેશ માટે” અને ” અમે અવશ્ય મતદાન કરીશું ” “લોકશાહીના પર્વ પર મતદાન જરૂર કરીએ” છાપી લોકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
ઉપરાંત, જસદણ તાલુકાના આટકોટ ગામની કૈલાશ નગર શાળાના બાળકો દ્વારા મતદાર જાગૃતિ રેલી યોજી ગ્રામજનોને પવિત્ર મતદાનની ફરજમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદારો જાગૃત થઈ મતદાનની નૈતિક ફરજ બજાવે તે માટે “સ્વીપ” દ્રારા જાગૃતિલક્ષી કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે તેમ, સ્વીપના નોડલ તથા અધિક કલેકટર શ્રી જિજ્ઞાસા ગઢવીની યાદીમાં જણાવાયું છે.