મોરબી રાજકોટ નેશનલ હાઈવે પર વેસ્ટ કચરાને સળગાવી દુર્ગંધ યુક્ત વાતાવરણ કરતા કારખાના ધારકો સામે પ્રદૂષણ નિયંત્રણ વિભાગ નિષ્ફળ રહ્યું!!!

મોરબી રાજકોટ નેશનલ હાઈવે પર વેસ્ટ કચરાને સળગાવી દુર્ગંધ યુક્ત વાતાવરણ કરતા કારખાના ધારકો સામે પ્રદૂષણ નિયંત્રણ વિભાગ નિષ્ફળ રહ્યું!!!
રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
મોરબી શહેર જિલ્લામાં વિવિધ સમસ્યાઓનો શિકાર મતદાર પ્રજા બની રહી છે સુવિધા નો અભાવ સતત હોવા છતાં તકવાદી નેતાઓ વિકાસના વટાણા વેરતા હોય છે ત્યારે જિલ્લા કક્ષાના અધિકારીઓ પણ નેતાઓની જેમ પ્રજા ચિંતન કાર્યથી નિષ્ક્રિય રહ્યા હોય તેમ મોરબી થી રાજકોટ તરફ રાત દિવસ વાહનોની અવરજવર રહેતી હોય તેવા ધમધમતા વિસ્તાર માં આવેલા નાના એવા વીરપર ગામ ની આજુબાજુ પડતર ખરાબાની જમીન પર સનાળા રોડથી લઈ આસપાસના કારખાના ધારકો દ્વારા રાત્રિના સમયમાં કેમિકલ યુક્ત વેસ્ટ કચરાનું ઢગલા કરી સળગાવાથી દુર્ગંધ યુક્ત વાતાવરણ કરતા કારખાના ઘારકો સ્થાનિક લોકોને ભારે હાલાકી સાથે રોગચાળાનો ગંભીર ભય રહ્યો છે જેથી મોરબી પંથકના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રદૂષણ વિભાગ દ્વારા ફરજ ના ભાગે પેટ્રોલિંગ નબળું નિષ્ક્રિય રહ્યું હોય તેના પરિણામે આવા કેમિકલ યુક્ત વેસ્ટ કચરાનું જોખમી નિકાલ જાહેર માર્ગો પર કરતા હોવાના કારણે કોઈ મોટી દુઃખદ દુર્ઘટના બને તે પહેલા દુર્ગંધ યુક્ત વેસ્ટ કચરાને જાહેરમાં સળગાવનાર સામે કડક કાર્યવાહી કરી ફરજ ના ભાગે પ્રજા ચિંતન કાર્ય કરવું જોઈએ તેવી લોકોની લાગણી સાથે માંગણી જન્મી છે