ARAVALLIMEGHRAJ

અરવલ્લીના મેઘરજ તાલુકાના રેલ્લાંવાડા ખાતે આવેલ જલારામ મંદિર ખાતે બાપાની ૨૨૪ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્રભાઇ પટેલ

અરવલ્લીના મેઘરજ તાલુકાના રેલ્લાંવાડા ખાતે આવેલ જલારામ મંદિર ખાતે બાપાની ૨૨૪ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની ૨૨૪ મી જન્મ જયંતી નીમીત્તે રેલ્લાવાડા ખાતે આવેલા સંત શ્રી જલારામ બાપાના મંદિરે દર વર્ષની જેમ આ સાલે પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે જલારામ બાપાની મૂર્તિ પર પાણી,ગંગાજલ,દહીં,દૂધ,ચરણામૃત નો અભિષેક કરવામાં આવ્યો હતો ત્યાર બાદ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તો એ આરતીનો લાભ લીધો હતો આ વખતે સંત શ્રી જલારામ બાપાની ૨૬ મી જન્મ જયંતી રેલ્લાવાડા ખાતે ઉજવવામાં આવી હતી સવંત ૨૦૮૦ કારતક સુદ સાતમ ને રવિવારે રોજ મંદિર ખાતે જલારામ જ્યંતિની ઉજવણીના ભાગ રૂપે વહેલી સવારથીજ ભક્તોની ભીડ જામી હતી જેમાં જલારામ બાપાની આરતીનો લ્હાવો લેવા દૂર દૂર થી માઈ ભક્તો મંદિરે પોહ્ચ્યા હતા અને બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મંદિર માં મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આમ દર વર્ષની જેમ આ વર્ષ એ પણ ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

[wptube id="1252022"]
Back to top button