તા.૧૮/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ ખાતે આવેલા પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રમાં આગામી ૨૬મી ઓગસ્ટે નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષની થીમ ‘શ્રીઅન્નઃએક શ્રેષ્ઠ આહાર કે ભ્રાંતિ’ રાખવામાં આવી છે. જિલ્લાની કક્ષાની આ સ્પર્ધામાં ધો. ૮ થી ૧૦ વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે જિલ્લાની શાળાઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની એપ્ટિટ્યૂટ ટેસ્ટ લેવામાં આવશે. ત્યાર બાદ વિષયને અનુરૂપ છ મિનિટની મર્યાદામાં પોતાનું પ્રેઝેન્ટેશન રજૂ કરવાનું રહેશે. અને નિર્ણાયક દ્વારા મૌખિક પ્રશ્ન પૂછવામાં આવશે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને વિજેતાઓને આકર્ષક પુરસ્કાર આપવામાં આવશે. પ્રથમ બે ક્રમે આવેલા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદ થશે. વધુ માહિતી માટે લોકવિજ્ઞાન કેન્દ્ર, નહેરુ ઉદ્યાન, રેસકોર્સ, રાજકોટનો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.








