
બહુચરાજી ખાતે બહુચરાજી માતાજીના મંદિરના સર્વગ્રાહી વિકાસ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
બહુચરાજી મંદિર ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં મંદિરના સર્વાંગી વિકાસ સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં બહુચરાજી માતાજીના મંદિરના સર્વગ્રાહી વિકાસ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં અલગ અલગ મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મંદિરના ખાતમુહુર્ત તેમજ ઉત્થાપન સંદર્ભે ગહન ચર્ચા કરવામાં આવી હતી તેમજ ઉદ્યોગ મંત્રીશ્રી દ્વારા મંદિરના વિકાસને લઈને અનેક પણ સૂચનો કરવામાં આવ્યા હતા.
પ્રાચીન શક્તિપીઠ બહુચરાજી ખાતે શક્તિ સ્વરૂપા માઁ બહુચરાજીના ભાવપૂર્વક પૂજા અર્ચના કરી દિવ્ય દર્શનનું માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતએ સૌભાગ્ય પ્રાપ્ત થયું સાથે જ બહુચરાજી યાત્રાધામના સર્વાંગી વિકાસ કામગીરી અંતર્ગત બેઠક યોજાઇ હતી. બહુચરાજી મંદિર તેમજ અન્ય ચાલુ પ્રોજેક્ટ પર ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની માનનીય મંત્રીએ સમિક્ષા કરી દિશા નિર્દેશ અને જરૂરી સૂચનો કર્યા હતા.આ તકે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓને અગવડ ન પડે તે પ્રમાણે મંદિરનો વિકાસ થવો જોઈએ. મંદિરનું કામ ઝડપથી પૂર્ણ થાય તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું. સાથે સાથે મંદિરમાં આનુસંગિક સુવિધાઓ સંદર્ભે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન શ્રી આર.આર રાવલ, કલેકટરશ્રી એમ નાગરાજન, વહીવટદાર ઋતુરાજ જાદવ, મંદિરના આર્કિટેક્ચર પરેશ સોમપુરા તેમજ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.