
સમસ્ત બ્રહ્મ સમાજ જંબુસર તાલુકા દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યોજાયો.
જંબુસર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દેવોના દેવ મહાદેવ ભોળા શંભુને રીઝવવાનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે હોમાત્મક લઘુદ્રનું આયોજન જાંબુ બ્રાહ્મણની વાડી ખાતે કરવામાં આવ્યું હતું. હોમાત્મક લઘુરુદ્રમાં નવયુગલોએ યજ્ઞ પૂજા વિધિ નો લાભ લીધો હતો .અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ પૂજા વિધિ કરવામાં આવી હતી. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે બ્રહ્મ સમાજ દ્વારા પંથક ના પ્રજનનો ના કલ્યાણ અર્થે લઘુરુદ્ર કરવામાં આવ્યો હતો. ગતરોજ ના ૧૭ માં હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞ દર્શન પૂજામાં અગ્રણી હર્ષદભાઈ અધ્વર્યુ, નિખિલભાઇ જાની, યોગેશભાઈ દીક્ષિત, યુગેશભાઈ પુરાણી સહિત ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]