
તા.૬/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગત તા. પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન ની ઉજવણી નિમિત્તે એઈમ્સ રાજકોટમાં એમબીબીએસની ચોથી બેચમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન વેલકમ પ્રોગ્રામ સાથે વિદ્યાર્થીઓ માટે ફાઉન્ડેશન કોર્સની શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે એઈમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કર્નલ સી.ડી.એસ. કટોચે નવા આવેલા વિદ્યાર્થીઓને મેડિકલમાં અભ્યાસ કઈ રીતે કરવો તેનું માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહન આપ્યું હતું તથા એઈમ્સ રાજકોટમાં થતી અલગ અલગ વિદ્યાર્થીલક્ષી ગતિવિધિઓ જેમકે એજ્યુકેશન, સ્પોર્ટ્સ, કલ્ચરલ ઈવેન્ટ્સ, હોસ્ટેલ, મેસ જેવી સુવિધાઓને લગતી માહિતી આપી હતી. આ ઉપરાંત વિવિધ ડીનશ્રીઓ તથા બધા ડિપાર્ટમેન્ટના હેડ વગેરેઓએ એઇમ્સ આનુસંગિક માહિતી પૂરી પાડી હતી.
કાર્યક્રમના પ્રારંભ પ્રો. ડો. કર્નલ સી..ડી.એસ. કટોચ, ડેપ્યુટી ડાયરેક્ટર કર્નલ પુનિતકુમાર અરોરા, પ્રો. ડો. વિવેકકુમાર શર્મા ડીન (એકેડેમિક), પ્રો.ડો. સંજય ગુપ્તા ડીન (એક્ઝામ) અને સીનિયર વાઇસ ડીન (એકેડેમિક), પ્રો. ડો. સિમ્મી મહેરા ડીન (રિસર્ચ)એ દીપપ્રાગટ્યથી કર્યુ હતુ. આ કાર્યક્રમનું સંચાલન પ્રો. ડો. સંજય ગુપ્તા તથા આભાર વિધિ ડો. ઉત્સવ પારેખે કરી હતી. આ પ્રોગ્રામમાં એઈમ્સના ફેકલ્ટીઓ અને નવા આવેલ વિદ્યાર્થી તથા તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.