
3 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં અભ્યાસ કરતાં આદીવાસી અને અન્ય સમુદાયના વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજી યુગમાં સમય સાથે તાલ મિલાવી પોતાના અભ્યાસને વધુ સરળ, જ્ઞાનસભર અને તાદ્રશ્ય બનાવી સમજશક્તિ અને યાદ શક્તિ વધારી શકે તેવાં શુભાશય સાથે યોઞાજલિ કેળવણી મંડળ સિદ્ધપુર દ્વારા દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડી અને કાંટી વાસ પ્રાથમિક શાળા, કાંટી વાસ તથા મજૂર મહાજન સેવા ટ્રસ્ટ સિદ્ધપુર સંચાલિત આદીવાસી આશ્રમશાળા , અંબાજી ખાતે ઇન્ટરેકટીવ સ્માર્ટ પેનલ બોડૅ અપૅણ કરવામાં આવેલ આ પ્રસંગે સંસ્થા નિયામિકા રમીલાબેન ઞાધી, સેક્રેટરી જીજ્ઞાબેન દવે, ટ્રસ્ટી પ્રવિણાબેન રાવ, કૈલાસ બેન પટેલ તથા જાણિતા વકીલ મહેશ ભાઈ રાવ, દક્ષાબેન ઠાકર અને શાળાના આચાર્ય અશોકભાઈ શમૉ તેમજ મજૂર મહાજન સંઘ સિધ્ધપુર નાં અઞ્રણી બંશીલાલ શાહ અને જુદીજુદી શાળાના આચાર્ય, સ્ટાફ ઞણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા



