હાલોલ:શિક્ષક દંપતી વચ્ચે ઉભા થયેલા ખટરાટને સુખદ રીતે સમાધાન કરાવતી 181 મહિલા હેલ્પલાઈનની ટીમ

તા.૧૮.જૂન
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ તાલુકાના એક સીટી વિસ્તારમાંથી એક પીડિત મહિલા દ્વારા 181 મહિલા હેલ્પ લાઈન પર કૉલ કરી પતિ ઝઘડો અને મારપીટ કરી હેરાનગતી કરતા હોવાનું જણાવ્યું હતું.જેથી હાલોલ તાલુકાના 181 મહિલા હેલ્પ લાઈનના ટીમના કર્મી મધુબેન રાઠવા,પોલીસ માયાબેન તથા પાઇલોટ ધ્રુવિલભાઈ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી.ત્યારબાદ પીડિત બહેન અને તેના પતિને સાંભળી કાઉન્સિલિંગ કરતા જણાવેલ કે લગ્નના આશરે 25 વર્ષથી વધુ સમય થયો હતો.બને જણ શિક્ષક તરીકે સરકારી નોકરી કરે છે.સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે પરંતુ પતિને ઘણાં સમયથી વ્યસન ની ટેવ છે તેમને વ્યસન કરવાની મનાઈ કરતાં તેઓ બહેન સાથે ઝઘડા કરવા લાગે અને મહિલા પર અવાર નવાર હાથ ઉપાડી લે છે.અપ શબ્દો બોલી મારપીટ કરે છે.જ્યારે બંનેને નોકરી એક જ સ્કુલ માં છે તેમ છતાં વહેમ કરી રસ્તામાં આવતા જતા મારામારી કરે છે.આમ ખુબજ રોજેરોજ માનસિક- શારીરિક ત્રાસ આપતા હતા.તેથી દીકરો ઘર છોડી ને નીકળી ગયો છે અને આ મહિલા આત્માહત્યા કરવાના વિચાર સુધી પહોંચી ગઈ હતી.તેમ છતાં પણ પિડીત મહિલાના પતિ સમજતા ન હતા.આખરે પિડીત મહિલાએ 181 મહિલા હેલ્પ લાઇનની મદદ લીધી હતી.181 ની ટીમ દ્વારા પિડીત મહિલાને શાંત્વના આપી તેમજ મહિલા ને અને તેના પતિને સમજાવી કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું.તેના પતિ ને પણ સમજાવ્યા હતા અને 181 ટીમ દ્વારા લાંબાગાળા સુધી પતિ-પત્નીનું પરામર્શ કરતા સુખદ સમાધાન થયુ હતું.અહી પિડીત મહિલાનાં પતિ દ્વારા વ્યસન નહી કરવાની બાહેંધરી આપતા પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન થયું હતું.અને પિડીત મહિલાનાં વ્હારે 181 ટીમ આવતાં તેમનો આત્માહત્યા કરવા નાં વિચારો ને દુર કરાવ્યો હતો.આમ આ મહિલાએ તેનો જીવ બચી જતા 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.










