જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી

જામનગર તા.15 માર્ચ,
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટર પ્રદિપસિંહ જી રાઠૌર જામનગર.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી- જામનગર દ્વારા સમગ્ર જિલ્લામાં કિશોરી અને મહિલા જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. લાલપુર તાલુકામાં સ્થિત શ્રી આર.એલ.છત્રોલા શિશુમંદિરની દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કિશોરીઓમાં કુપોષણ અટકાવવા માટેના પગલાં, ગુડ ટચ એન્ડ બેડ ટચ વિશેની માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં 50 જેટલી દીકરીઓ સહભાગી બની હતી. કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્યશ્રી, સ્ટાફ મિત્રો, ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટરશ્રી અલ્પાબેન, શ્રી અસ્મિતાબેન સાદિયા અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના સ્ટાફગણ હાજર રહયા હતા. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, જામનગરની યાદીમાંં જણાવવામાંં આવ્યુંં છે.