GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નાં પંચાસર રોડ પર સરકારી જમીન નું દબાણ દૂર કરાવ્યુ!

મોરબી નાં પંચાસર રોડ પર સરકારી જમીન નું દબાણ દૂર કરાવ્યુ!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી શહેરમાં જેટ ગતીએ વિસ્તાર,વાહન અને જન વસ્તી નો જેટ ગતીએ વધારો થઇ રહ્યો છે જેના કારણે મોરબી શહેર માં કાયમી ટ્રાફિક જામ નો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે ટ્રાફિક સમસ્યા ને ધ્યાને લઈને રોડ પહોળો કરવાનો હોય રોડ ટચ સરકારી જમીનના દબાણ દૂર કરાવવા તંત્ર સક્રિય થયું છે. આજે પંચાસર રોડનું નવનિર્માણ કરીને રોડ પહોળો કરવાનો હોય અને ત્યાં સાવસર તળાવની પાળ તરીકે ઓળખાતો વિસ્તાર સરકારી જમીન માં સંપૂર્ણપણે જમીન દબાણ થઈ ગયું હોય જે રોડના નવ સર્જનમાં અડચણરૂપ બન્યું હતું. જેથી તંત્રએ આવા જમીન દબાણકારોને દબાણ હટાવવા નોટીસ આપી હતી. ઘણા લોકોએ આ નોટિસ આવ્યા પછી પોતાની ઘરવખરી લઈને નીકળી ગયા હતા તો કેટલાક ત્યાં હાજર હતા જેમને તંત્રએ તેમનાં નિર્ધારિત કરેલાં સમયે જમીન ખાલી કરવા કાચા પાકા મકાનો નું ડીમોલ્શન કરી નાખ્યું હતું.


પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી શહેરના પંચાસર રોડને ખોદીને નવનિર્માણ કરવાનો અને ૩૦ મીટર પહોળો કરવાનો મંજૂર થયો છે. જેમાં ‌સાવસર તળાવની પાળ ની સરકારી જમીનમાં થઈ ગયેલી પેશકદમી દૂર કરાવવી અનિવાર્ય હતી. તેથી તંત્રએ તમામ દબાણ કર્તાંઓને નોટિસ આપીને જમીન દબાણ ખાલી કરવા જણાવી દીધું હતું. તો ઘણા લોકોએ ખાલી પણ કરી નાખ્યું છે ત્યારે ખાલી નથી કર્યા તેવા લોકોને થોડો સમય આપીને તેમની ઘરવખરી લઈ લેવા જણાવીને કાચા પાકા મકાનો નું ડીમોલ્શન કર્યું હતું અને રોડ નાં નવનિર્માણ માટે જમીન ખુલ્લી કરાવી હતી. આ સમયે પોલીસ નો મોટો કાફલો બંદોબતમાં રોકાયો હતો. પાંચ જેટલા જેસીબી, આંઠ ટેક્ટર, બે મામલતદાર, નાયબ કલેક્ટર અને નગરપાલિકાનો મોટાભાગનો સ્ટાફ સહિતનું વહીવટી તંત્ર આ જમીન દબાણના કામમાં લાગી ગયા હતા.

[wptube id="1252022"]
Back to top button