HALOLPANCHMAHAL

હાલોલ નગર ખાતે રમજાન ઈદ અને પરશુરામ જયંતીને લઇ ટાઉન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ.

તા.૨૩.એપ્રિલ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગરના મુખ્ય માર્ગો પર હાલોલ ટાઉન પોલીસ નાં પીઆઈ કે.એ.ચૌધરી ની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.આગામી 22 એપ્રિલ શનિવાર નાં રોજ હિન્દુ સમાજના આસ્થા સમાન અખાત્રીજ અને પરશુરામ જયંતી તેમજ મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર રમજાન ઇદ નાં તેહવાર ને અનુસંધાને તકેદારીના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી.ત્યારે બંને સમાજના તેહવારોનો સમનવ્ય થનાર છે.અને બંને તેહવારોની ઉજવણી શાંતી પૂર્ણ માહોલમાં થાય તે માટે હાલોલ ટાઉન પોલીસ દ્વારા આજે નગરના મુખ્ય માર્ગો તેમજ વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાઇ હતી.જેમાં હાલોલ ટાઉન પીઆઈ કે.એ.ચૌધરી,પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

[wptube id="1252022"]
Back to top button