
“કોંગ્રેસ મુક્ત ભારત નહિ પરંતુ કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહ્યું છે” : શક્તિસિંહ ગોહિલ
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈ કોંગ્રેસના નેતાઓ રાજપીપળા પહોંચ્યા રૂટ નિરીક્ષણ કર્યું
જુનેદ ખત્રી : રાજપીપલા
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈ ગુજરાતમાં આવી રહ્યા છે. આગામી ૯ તારીખે રાહુલ ગાંધી નર્મદા જિલ્લામાં આવી રહ્યા હોવાથી કાર્યક્ર્મની રૂપરેખા અને રૂટ ચેકીંગ માટે ગુજરાતનું પ્રતિનિધિ મંડળ રાજપીપળા આવી પહોંચ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, સહ પ્રભારી ઉષા નાયડુ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ, પુર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર, સંદીપ માંગરોલા, પુર્વ ધારાસભ્ય પી.ડી.વસાવા સહિતના નેતાઓએ રાહુલ ગાંધીના રૂટનું ચેકીંગ કર્યું હતું. દરમીયાન કોંગ્રેસ તુટી રહી હોવા મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિથી કોંગ્રેસ પાર્ટી ચાલતી નથી. ભાજપ દેશના સંવિધાનના મૂલ્યો તોડી કોંગ્રેસને તોડે છે.ભાજપ અનૈતિક રીતે પોતાની વિચારધારા ફેલાવે છે. ભાજપ તાનાશાહ રીતે કામ કરે છે. જ્યારે અર્જુન મોઢવાડિયાનું નામ લીધાં વગર શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જે ભાજપના નેતાઓને અમારા નેતા રંગા બિરલા કહેતા હતા, ભાજપ પ્રદેશ પ્રમુખને ગુનેગાર ગણાવતા હતા એમના જ ખોળામાં બેસી ગયા છે
ભાજપ એક બાજુ ડરનો દંડો બતાવે છે તો બીજી બાજુ લાલચ આપી અમારા નેતાઓને તોડે છે.આંગળીના વેઢે ગણાય એટલાં કોંગ્રેસીઓ જાય છે એનાથી અમને કોઈ ફરક નહિ પડે. ભારત તો કોંગ્રેસ મુકત નહિ થાય પણ આખું ભાજપ કોંગ્રેસ યુકત થઈ રહ્યું છે. ભાજપને કામના નામે મત નથી મળવાના એમણે તો કારનામા કર્યા! છે એટલે કોંગ્રેસના લોકોને લેવા પડે છે. અમારા નેતાઓ ભાજપ માટે કાલ સુધી ખરાબ હતા હવે દુધે ધોયેલા થઈગ યા.