GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી નગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ બેસ્ટ ફાયર સ્ટેશન વર્ષ 2023-24 માટે વિજેતા ઘોષિત

MORBI:મોરબી નગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ બેસ્ટ ફાયર સ્ટેશન વર્ષ 2023-24 માટે વિજેતા ઘોષિત
ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ની કચેરી, ગાંધીનગર દ્વારા નેશનલ ફાયર સર્વિસ વીક 2024 અંતર્ગત ગુજરાતની નગરપાલિકા અને મહાનગરપાલિકા માં કાર્યરત ફાયર સ્ટેશનથી બેસ્ટ ફાયર સ્ટેશન વર્ષ 2023-24 માટેના નોમિનેશન મંગાવવામાં આવ્યા હતા
જેમાં મોરબી નગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ બેસ્ટ ફાયર સ્ટેશન વર્ષ 2023-24 માટે વિજેતા ઘોષિત થતા અગ્ર સચિવ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત રાજ્યના હસ્તે સર્ટિફિકેટ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ છે અને મોરબી ફાયર જવાનોને પ્રોત્સાહિત કર્યા છે. જે બદલ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ, મોરબી ગર્વની લાગણી અનુભવે છે.
[wptube id="1252022"]








