તાલુકા ની જોડીયાકુવા શાળા ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

તારીખ ૦૮/૦૭/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
આજ રોજ તારીખ ૦૮/૦૭/૨૦૨૩ ના રોજ કાલોલ તાલુકાની વેજલપુર પગારકેન્દ્ર ની જોડીયાકુવા શાળામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે નિરજભાઈ પટેલ જિલ્લા પ્રચાર પ્રમુખ-રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પંચમહાલ તથા તાલુકા કાર્યવાહ પ્રહલાદભાઇ કોઈરાલા,કાલોલ મહાસંઘના અધ્યક્ષ વિનોદકુમાર અમીન,મંત્રી રમેશભાઈ પટેલ, વરિષ્ઠ સલાહકાર ડાહ્યાભાઈ પ્રજાપતિ,સંગઠન મંત્રી જનકસિંહ રાઠોડ,મહિલા ઉપાધ્યક્ષ હસુમતીબેન, મહિલા સહ મંત્રી રમીલાબેન પરમાર, જિલ્લા એચ.ટાટ મહિલા સહ મંત્રી કુંજલબેન પરીખ,જિલ્લા ઉપાધ્યક્ષ અજીતસિંહ, તાલુકા ઉપાધ્યક્ષ અરવિંદભાઈ,તાલુકા સહ મંત્રી રવીન્દ્રસિંહ ઠાકોર તેમજ તમામ કાર્યકર્તા,મોટી સંખ્યામાં શિક્ષક બંધુ તેમજ ભગીનીઓ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.દરેક શાળા કક્ષાએ પણ આવા પ્રકારના રચનાત્મક કાર્યક્રમ થાય તેમજ બાળકો ના જીવન માં ગુરુ નું આગવું મહત્વ વિશે વકતાઓએ ખુબજ સુંદર વક્તવ્ય આપેલ હતું.કાલોલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ વિનોદકુમાર અમીન દ્વારા ચાલુ વર્ષના લવાજમ તેમજ સદસ્યતા બાબતે તેમજ એચ.ટાટ ની તાલુકાની ટીમ તૈયાર કરવા માટે નમ્ર અપીલ કરવામાં આવેલ હતી.કાર્યક્રમ ના અંતમાં કલ્યાણ મંત્ર બોલી કાર્યક્રમ ની પુર્ણાહૂતી કરવામાં આવી હતી.










