
મોરબી જિલ્લાના ટંકારા ગામે આજે કુમાર પ્રાથમિક શાળામાં “મેરી મિટ્ટી, મેરા દેશ”,૭૫ મો”આઝાદી નો અમૃત મહોત્સવ” અને “વિશ્વ સિંહ દિવસ”એમ ત્રિવિધ સંગમ કાર્યક્ર્મ ની ઝાંકી જોવા મળી હતી.

પ્રાથમિક શાળાના હોલમાં ટંકારાના વીર સપુત, નિવૃત્ત વીર જવાનો, સ્કુલ નો શિક્ષક ગણ, સ્કુલના નાના ભુલકાઓ,સામાજીક આગેવાનો,ગ્રામજનો અને ટંકારા ગ્રામ પંચાયત સ્ટાફ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
જન, ગણ, મન અધિનાયક જય હૈ ભારત ભાગ્ય વિધાતા….. રાષ્ટ્ર ગાન દ્વારા કાર્યક્રમની શરુઆત થઈ હતી. ટંકારા ગામનું ગૌરવ એવા નિવૃત્ત ચાર ફોજી જવાને હાજર રહી કાર્યક્ર્મ ને ચાર ચાંદ લગાવી દીધા હતા અને અતીતને વાગોળી દેશ અને વતન પ્રત્યે ગર્વ મહેસુસ કર્યો હતો.નિવૃત્ત આર્મી મેન હીરાભાઈ પનારા એ ભુતકાળ વાગોળી બાળકોને ભારતીય સેના પ્રત્યે પ્રોત્સાહિત કર્યા હતા. બાળકો, શિક્ષકો, નિવૃત્ત આર્મી મેન, પંચાયત ગણ, આમંત્રિત મહેમાનો અને હાજર ગ્રામજનો દ્વારા દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેવી ભાવના સાથે હાથમાં દિપક લઈ પ્રતિજ્ઞા લીધી હતી.ટંકારાના સ્વાતંત્રય સેનાની ના વંશજ અને ફોજી ની દીકરી(પરીવારે) કાર્યક્ર્મ માં હાજરી આપી શોભા વધારી હતી. જી,૨૦ વિસે શિક્ષિકા બહેન શ્રીએ માહિતગાર કર્યા હતા. ડો. ઠાકર સાહેબે આંખોના વાઈરસ થી કેમ્ બચવું અને તેની કાળજી રાખવી વિશે માહિતી આપી હતી.
ટંકારા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ગોરધન સાહેબ,ઉપસરપંચ પ્રતિનિધી શ્રી હેમંતભાઈ ચાવડા, સદસ્ય શ્રી રસિક ભાઈ, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શ્રી ભાવિન ભાઈ દ્વારા ચારેય નિવૃત્ત આર્મી મેન નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ટંકારા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી જાડેજા ભાઈ દ્વારા સ્વાતંત્રય સેનાની ના વારસ નું સન્માન કરવામાં આવ્યું હતું. આ ત્રિવિધ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્ર્મનુ સંપુર્ણ સંચાલન પ્રાથમિક શાળાના આચાર્ય પરેશભાઈ દુબરિયા એ કર્યું હતું. કાર્યક્રમ નું સમાપન સરપંચ શ્રી એ કર્યું હતું.

ત્યાર બાદ વીર સપુતો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ ની શહીદી નો શિલાન્યાસ ખાતે, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી,ઉપસરપંચ પ્રતિનિધી શ્રી, સદસ્યો શ્રી, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શ્રી,ક્રાન્તિકારી વીર સેનાની ઓ અને સામાજીક અને રાજકીય અગ્રણીઓ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. અને ટંકારા ગામની ગૌરાંનવિત ગાથા ધરાવતી ભુમિ ની મહેક થી છલકાતી માટી થી અને “વસુંધરા”ની યશગાથા થી પ્રેરિત થઈ નિવૃત્ત ફોજી દ્વારા કળશ ભરી “કળશ યાત્રા” માટે સભ્ય સચિવ શ્રી ને સુપ્રત કર્યો હતો.ટંકારા ગ્રામ ખાતેનો “મેરી મિટ્ટી મેરા દેશ “કાર્યક્રમ ખુબ જ સુંદર અને સરાહનીય રહ્યો હતો.








