ARAVALLIBAYAD

ધોરણ 10 અને 12 ની જુલાઈ 2023 માં લેવાનાર પરીક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ

કિરીટ પટેલ બાયડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના જુલાઈ પૂરક પરીક્ષા 2023 માટે બેઠક યોજાઈ
અરવલ્લી જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના જુલાઈ પૂરક પરીક્ષા 2023 માટે પરીક્ષા સમિતિની બેઠક યોજ
અરવલ્લી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાના ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના જુલાઈને પૂરક પરીક્ષા માટે કલેક્ટરશ્રી ના અધ્યક્ષ સ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ.જેમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પરીક્ષા સમિતિ સાથે પરીક્ષા માટે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.ધોરણ 10 ના નવ પરીક્ષા બિલ્ડિંગ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પાંચ પરીક્ષા બિલ્ડીંગ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના બે પરીક્ષા બિલ્ડીંગ ઉપર પરીક્ષા યોજાશે.જેમાં જિલ્લાના કુલ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગ, પોલીસ વિભાગ દ્વારા સ્ટાફની નિમણૂક કરવા માટે, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણુક કરવા બાબત, તે સાથે જ ઝોનલ કચેરીઓ, વીજ પુરવઠો ચાલુ રાખવા બાબત, બસ સુવિધા યોગ્ય રીતે રાખવા બાબત, અને આરોગ્ય અધિકારીશ્રી દ્વારા થતી કામગીરી, તથા પરીક્ષા માટેની માટેની બહોળી પ્રસિદ્ધિ કરવાની, તેમજ સુચારુ રૂપે આ પરીક્ષા યોજાયે તે માટેની તમામ પ્રકારની જરૂરી સૂચનાઓ કલેકટરશ્રી દ્વારા આપવામાં આવી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાત, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અર્ચના ચૌધરી, તેમજ વીજ વિભાગ, આરોગ્ય અધિકારીશ્રી,તેમજ આચાર્ય સંઘમાંથી ઉપસ્થિત રહ્યા.

[wptube id="1252022"]
Back to top button