
વિજાપુર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખના પતિએ વ્યાજખોરો ના ત્રાસ થી ઝેરી દવા પી ને કરી આત્મહત્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર હિરપુરા ગામના રહીશ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અમિતા બેન પટેલ ના પતિ મનોજભાઈ પટેલે ત્રાસખોરો ના ત્રાસ ના કારણે ઝેરી ગોળી ગળી ને આત્મહત્યા કરતા ગામમાં ભારે શોકનો માહોલ ઉભો થવા પામ્યો હતો મનોજભાઈ પટેલે ચાર જેટલા ઈસમો પાસેથી પૈસા ની જરૂરિયાત ના કારણે વ્યાજથી પૈસા લીધા હતા જેમાં તેઓએ રકમ માંથી ચુકવણી કરતા હતા પરંતુ છેલ્લા સમયે વ્યાજખોરો એ વારંવાર મોબાઈલ ફોન કરી વ્યાજના પૈસાની માંગણી કરી ધમકીઓ આપતા વધુ પડતુ માનસીક ત્રાસ સહન નહિ થતા ઝેરી દવા પી લેતા સારવાર માટે દવાખાને લાવતા પેહલા મોત નીપજ્યું હતું જોકે મરતા પહેલા દવાખાને લઈ જવાના સમયે તેઓએ પોતે કરેલ સ્યુસાઈડ અંગેની માહિતી ફોન રેકોર્ડિંગ માં હોવાનો મૃતકના પરિજનો નો દાવો કર્યો હતો જેમાં ચાર જેટલા વ્યાજખોરો ના કારણે આ આત્મહત્યા કરી હોવાનો મૃતકના પરિજનો નો આક્ષેપ કર્યો હતો પોલીસ ને કોલ રેકોર્ડિંગ ના પૂરાવા આપ્યા હતા મૃતક ને ધમકી આપનાર આવા આરોપીઓ સામે કાર્યવાહી કરવા પરિજનો ની માંગ કરી હતી પોલીસ વ્યાજખોરો સામે તાત્કાલિક કાર્યવાહી નહિ કરે તો મૃતદેહ નહિ સ્વીકારવા પરિજનો ની જીદ પકડી હતી જોકે પોલીસે સમગ્ર ઘટના ને ધ્યાનમાં લઈને કાર્યવાહી હાથ ધરી હતી વ્યાજખોરો ના ત્રાસ થી બનતા આત્મહત્યા ના બનાવો ને પગલે અને આવા બનાવો અટકે તેને લઈને તંત્ર દ્વારા સખ્ત પગલાં ભરવામાં આવે તેવી માંગ સમાજના લોકો માં ઉઠી હતી