
રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા અહેવાલ સામે આવ્યા છે. બે PI, R&B વિભાગના ડેપ્યુટી એન્જિનિયર,આસિસ્ટંટ ટાઉન પ્લાનર અને આસિસ્ટંટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગ અને મુખ્યમંત્રીની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસ ક્રાઈમ બ્રાંન્ચને સોંપવામાં આવી છે. આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવાઈ છે. સંયુક્ત પોલીસ કમિશનર વિધિ ચૌધરીના નેજા હેઠળ વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. ઝોન 2 DCP સુધીર દેસાઈ અને DCP ક્રાઇમ તપાસ ટીમના સભ્યો હશે.
ગુજરાત હાઈકોર્ટે ગેમ ઝોનમાં આગની ઘટનાની સુઓમોટો હાથ ધરી હતી અને રાજ્યના 4 મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં બનેલા ગેમ ઝોનના રિપોર્ટ મંગાવ્યા હતા. ચાર શહેરોની નગરપાલિકાઓ આજે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈ કેસની સુનાવણી કરશે. વકીલોએ પહેલા જ આરોપીનો કેસ લડવાની ના પાડી દીધી છે.
સસ્પેન્ડ અધિકારીઓ
નામ | હોદ્દો |
ગૌતમ જોષી | આસિસ્ટન્ટ ટાઉન પ્લાન |
જયદીપ ચૌધરી | આસિસ્ટન્ટ ઈજનેર |
એમ.આર.સુમા | R&Bના નાયબ કાર્યપાલક |
પારસ કોઠિયા | R&Bના તત્કાલીન મદદનીશ |
વી.આર.પટેલ | પોલીસ ઈન્સપેક્ટર |
એન.આઈ.રાઠોડ | પોલીસ ઈન્સપેક્ટર |