
વિજાપુર હિરપુરા યુવકે ઝેરી ગોળી ખાઈને કરેલી આત્મહત્યા ના મામલે ચાર સામે ફરીયાદ બે જણાની ધરપકડ બે આરોપીઓ ફરાર
પાલિકા પૂર્વ પ્રમુખ રેણુસિંહ ની ભરત પટેલ નામના આરોપી ને પોલીસે ઝડપી લીધા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના હિરપુરા ગામના પુર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અમિતાબેન પટેલ ના પતિ મનોજભાઈ પટેલે વ્યાજખોરો ના ત્રાસ ના કારણે ઘઉં માં રાખવા ની દવા ખાઈ લેતા પોતાનુ પોતાનું મોત વ્હાલું કરવા ના મામલે વ્યાજખોરી માનસિક ત્રાસ ધમકીઓ આપવા બાબતે હિરપુરા ગામના પિયુષ દેસાઈ અને સંજય દેસાઈ અને ભરત પટેલ અને પાલિકા ના પૂર્વ પ્રમુખ રેણુસિંહ ઉર્ફ દીપારામ ચૌહાણ સહિત ચાર સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે જેમાં પોલીસે બે આરોપીઓ રેણુસિંહ ઉર્ફે દીપારામ ચૌહાણ તેમજ ભરત પટેલ ની ધરપકડ કરી છે અન્ય બે ફરાર આરોપીઓ ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે આ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હિરપુરા ગામે વિધાનગર સોસાયટી માં રહેતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હાલ સંતકબીર સ્કૂલ વેડા માં આચાર્ય તરીકે ફરજ બજાવતા અમિતા બેન પટેલ ના પતિ મનોજભાઈ પટેલે હાથઉછીના રૂપિયા 15 લાખ લીધા હતા જેની વ્યાજ સાથે રૂપિયા 40 લાખ થી 45 લાખ ની ચુકવણી કરી દેવાઈ હતી પરંતુ પેનલ્ટી 10 થી 20 ટકા ની રકમ બાકી કાઢી ને વ્યાજ વસૂલી કરતા રેણુસિંહ અને તેના ભાગીદાર પિયુષ વેરસી ભાઈ દેસાઈ તેમજ સંજય હમીરભાઈ દેસાઈ તેમજ ભરત ભાઈ રામાભાઇ પટેલ સહિત ને રકમની ચુકવણી કર્યા બાદ પણ રકમની ચક્રવૃદ્ધિ વ્યાજ નો વ્યાજ ગણી બમણી રકમ પડાવવા માટે મોબાઇલ ઉપર વારંવાર ધાક ધમકી અને પરિવાર ને જાન થી મારી નાખવાની ધમકીઓ ગાળી ગલોચ કરી માનસીક ત્રાસ આપતા ઝેરી દવા પી ને આત્મહત્યા કરી મોત વ્હાલું કરતા અમિતાબેન પટેલે ચાર જણા રેણુસિંહ ઉર્ફ દીપારામ દીનેશસિંહ ચૌહાણ તેમજ પિયુષ વેરસી ભાઈ દેસાઈ તેમજ સંજય હમીરભાઈ દેસાઈ તેમજ ભરત રામાભાઇ પટેલ મહાકાળી ઇલેક્ટ્રોનિક વાળા સામે ફરીયાદ નોંધાવી છે પોલીસે બે આરોપી ને ઝડપી અન્ય બે ફરાર આરોપી પિયુષ દેસાઈ અને સંજય દેસાઈ ના આરોપીઓ ને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે





