MORBIMORBI CITY / TALUKO

યોગને ઘર ઘર સુધી લઈ જવાના ઉત્તમ વિચાર સાથે વિશ્વ યોગ દિવસે હળવદ બન્યું ‘યોગમય’

યોગને ઘર ઘર સુધી લઈ જવાના ઉત્તમ વિચાર સાથે વિશ્વ યોગ દિવસે હળવદ બન્યું ‘યોગમય’

હળવદમાં વરિષ્ઠ નાગરિકો, પદાધિકારીશ્રી, કર્મચારીઓએ યોગાભ્યાસ કર્યો

મોરબી જિલ્લામાં યોગને ઘર ઘર સુધી લઈ જવાના ઉત્તમ વિચાર સાથે ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય, વસુધૈવ કુટુમ્બકમ’ના સંકલ્પ હેઠળ સમગ્ર જિલ્લામાં ઉત્સાહભેર આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોમાં જિલ્લા કક્ષાએ શહેરોમાં નગરપાલિકા કક્ષાએ અને તાલુકા કક્ષાએ ઉજવણી કરાઇ હતી.

આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો અનેરો ઉત્સાહ વિદ્યાર્થીઓ વિશેષરૂપે જોવા મળ્યો હતો. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં નગરપાલિકા કક્ષાએ યોજાયલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના ભૂલકાઓથી લઈ વરિષ્ઠ નાગરિકો, વિવિધ વિભાગ અધિકારીશ્રી, પદાધિકારીશ્રીઓ ,કર્મચારીઓએ યોગાભ્યાસ કર્યો હતો.

નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે હળવદ નગરપાલિકા કક્ષાના યોગ દિવસની ઉજવણીમાં નગરપાલિકા સ્ટાફ, પોલિસ સ્ટાફ, શહેરના આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ શહેરના નાગરિકોએ દ્વારા બહોળી સંખ્યામાં ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

[wptube id="1252022"]
Back to top button