MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં બિનકાયદેસર હોંડિગ્સ હટાવવા જીલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત

MORBI:મોરબીમાં બિનકાયદેસર હોંડિગ્સ હટાવવા જીલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત

મહારાષ્ટ્ર માં હોર્ડીઁગ પડવાથી ૧૦ થી વધુ લોકો નાં મૃત્યું થવાની ધટનાં જેવી ધટનાં મોરબી માં પણ બને તેની રાહ જોતું તંત્ર..?

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી શહેરમાં લગાવવામાં આવેલ બીનકાયદેસર હોર્ડીંગ્ઝ હટાવવા અંગે જીલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મોરબી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓ ઉપર બીનકાયદેસર રીતે કોઈ પણ પ્રકારની પરવાનગી વગર આકસ્મિક બનાવો બને તે રીતે હોર્ડીંગ્ઝ લગાવવામાં આવેલ છે. જેના કારણે ભવિષ્યમાં ગંભીર અકસ્માત બને તેવી દહેશત છે. તેમજ હાલમાં મહેન્દ્રનગર વિસ્તારમાં પસાર થયેલ બાઈક ચાલક પર હોર્ડીંગ્ઝ પડ્યાનો એક વીડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલ છે. તેમજ બાઈક ચાલકને ગંભીર ઈજા થતા તાત્કાલીક સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવેલ છે.

 

ત્યારે ભવિષ્યમાં આવા અકસ્માતના બનાવ ન બને તે માટે લેખિત રજુઆતમાં અલગ અલગ વિસ્તરોમાં લાગેલ હોર્ડીંગ્ઝ જેમાં શનાળા ગામથી ઉમિયા સર્કલ સુધી, ઉમિયા સર્કલથી લીલા૫૨ ગામ સુધી, નવા બસ સ્ટેન્ડથી મહારાણા પ્રતાપ સર્કલ હાઉસીંગ બોર્ડ સુધી, ત્રાજપર ચોકડીથી લાલપુર ગામ સુધી, ત્રાજપર ચોકડીથી પીપળી ગામ સુધી, ત્રાજપર ચોકડીથી ધરમપુર-ટીંબડી ગામ સુધી લગાવેલા બિનકાયદેસર હોંડીગ્સ દુર કરવા વિનંતી કરાઈ છે તદુપરાંત ઉપરોકત વિસ્તારોમાં જે બીનકાયદેસર રીતે કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર લગાવવામાં આવેલ હોડીંગ્ઝ દુર કરવા તેમજ જે લોકોએ પરવાનગી લીધેલ ન હોય તેવા હોર્ડીંગ્ઝના માલીકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button