NATIONAL

જો કોઈ નેતા દોષિત હોય તો તેના પર ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ : એમિકસ ક્યૂરી

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એમિકસ ક્યૂરી વિજય હંસારિયાએ દોષિત નેતાઓને ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકવાની અરજી પર તેમનો 19મો અહેવાલ દાખલ કર્યો હતો. એમિકસ ક્યૂરીએ રિપોર્ટમાં એ મુદ્દાને સમર્થન આપ્યું કે જો કોઈ નેતા દોષિત હોય તો તેના પર ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 6 વર્ષના પ્રતિબંધને બદલે દોષિત નેતાઓ પર આજીવન પ્રતિબંધ લાદવો જોઈએ.

એમિકસ ક્યુરીએ તેના અહેવાલમાં કહ્યું છે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ, 2003 અને લોકપાલ અને લોકાયુક્ત એક્ટ, 2013 હેઠળ દોષિત ઠેરવ્યા પછી કાયમી અયોગ્યતા દૂર કરવાની જોગવાઈ છે. કલમ 8 હેઠળના ગુનાઓને ગંભીરતા આધારે વર્ગીકૃત કરવામાં આવે છે – પરંતુ તમામ કેસોમાં દોષિત ઠર્યા પછી નેતાને માત્ર 6 વર્ષના સમયગાળા માટે ગેરલાયક ઠરાવવામાં આવે છે.

દેશભરમાં સાંસદો અને વિધાન સભ્યો સામે પેન્ડિંગ કેસોની સંખ્યામાં વધારો થયો છે. નવેમ્બર 2022 સુધી દેશભરમાં સાંસદો અને વિધાનસભ્યો સામે પેન્ડિંગ કેસોની કુલ સંખ્યા 5,175 હતી. 2018માં દેશભરમાં સાંસદો અને વિધાનસભ્યો સામે પેન્ડિંગ કેસોની સંખ્યા 4122 હતી. ઉત્તર પ્રદેશમાં સાંસદો અને વિધાન સભ્યો સામે પેન્ડિંગ કેસોની સંખ્યા સૌથી વધુ છે. ઉત્તર પ્રદેશમાં નવેમ્બર 2022 સુધી સાંસદો અને વિધાન સભ્યો સામે કુલ 1377 કેસ પેન્ડિંગ છે. યુપી બાદ બિહારમાં સાંસદો અને વિધાન સભ્યો સામે સૌથી વધુ 546 કેસ પેન્ડિંગ છે.

આ મામલાની સુનાવણી શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં થવાની છે. એમિકસ ક્યૂરી વિજય હંસરિયાના સૂચન પર સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button