GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER વાંકાનેર તાલુકા શિક્ષક સંઘ ની કારોબારી મિટિંગ યોજાઈ જેમાં સર્વાનુમતે મહામંત્રી ની નિમણુક કરાઈ.

WANKANER વાંકાનેર તાલુકા શિક્ષક સંઘ ની કારોબારી મિટિંગ યોજાઈ જેમાં સર્વાનુમતે મહામંત્રી ની નિમણુક કરાઈ.

આજ રોજ વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક યોજાય.જેમાં સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને હતા.જે વાંકાનેરની તા.શા.1 ખાતે ગોઠવાઈ હતી.જેમાં થોડા સમય પહેલા પૂર્વ મહામંત્રી આબીદઅલી કોવડીયાની જીલ્લા ફેર બદલી થતાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક મહામંત્રીની સર્વાનુમતે નજુભાઈ માથકિયા (તિથવા)ની વરણી કરવામા આવી.

આ કારોબારી મીટીંગમાં વાંકાનેર તાલુકા શાળા નંબર 2 નવા સંઘસભ્ય તરીકે નિમાયેલા નિજામભાઈ શેરશિયાનું પણ સન્માન પણ કરવામાં આવ્યું હતું.આ તકે તમામ કારોબારી સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા.જેમાં શિક્ષકોના પડતર પ્રશ્નો B.L.O બાબતે અને C.P.F ખાતા ખોલવવા બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.કાર્યક્રમ ના અંતે પ્રાસંગિક ઉદ્બોધન પ્રમુખશ્રી આપી સૌ જય ગુરુજનો ના નાદ સાથે છૂટા પડ્યા.

 

[wptube id="1252022"]
Back to top button