BANASKANTHAPALANPUR

સ્વામી લીલાશાહ જન્મ જયંતી નિમિત્તે જીવદયા ફાઉન્ડેશન અને આર.કે મીનલ વોટરના સહયોગથી પાણીની પરબ ખુલ્લી મુકાઇ

17 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે જેમાં પાલનપુરમાં સૌથી વધુ ભરચક વિસ્તાર એવા સિમલા ગેટ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલના દર્દીઓ સહિત હજારો લોકોની અવર જવર રહેતી હોઈ છે જેમાં કાળઝાળ ગરમીમાં તરસ્યા લોકોને ઠંડુ મિનરલ પાણી સરળતાથી મળી રહે તે હેતુથી તારીખ ૧૭.૩.૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે પાલનપુરમાં સીમલા ગેટ વિસ્તારમાં પવન ફૂટવેર પાસે જીવદયા ફાઉન્ડેશન અને આર.કે મીનર વોટર દ્વારા જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી અને રાહુલભાઈના સહયોગથી પાલનપુરમાં સીમલા ગેટ વિસ્તારમાં સમાજસેવક જામનદાસ ખત્રીના હસ્તે મિનરલ પાણીની પરબ ખુલ્લી મુકવામાં આવી હતી આ સાથે જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસખત્રી,બનાસકાંઠા જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ અને પત્રકાર કપિલ ચૌહાણ, સીમલા ગેટ પોલીસ ચોકીના સ્ટાફ તથા ડૉ.પ્રકાશ જી મોદી માતૃશ્રી હીરાબા ચેરીટેબલ ટ્રસ્ટ, દિનેશભાઈ શર્મા. પરાગભાઈ સ્વામી, હરિભાઈ વિષ્ણુ મહારાજ, નીરુબેન શાહ ઇનર ક્લબ પાલનપુર સીટી,રાહુલભાઈ પટ્ટણી, અજયભાઈ,ખાનદાસ પંડ્યા. ચંદનભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button