જંબુસર દેવ જગન ખાતે હરિધામ સોખડા સાધ્વી બહેનો દ્વારા સમૂહ મહાપુજા યોજાય


હાલ પવિત્ર અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે. હિન્દુ ધર્મમાં અધિક માસના પૂજા,દર્શન, દાન,ધર્માદા, ભક્તિનો અધિક માસમાં કરેલી ભક્તિનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. હરિધામ સોખડા ના ગુરુહરી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના રૂડા આશિષ અને પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીની પ્રેરણાથી જંબુસર તાલુકાના નાડા દેવજગન મંદિર પરિસર ખાતે સાધ્વી બહેનો દ્વારા સમૂહ મહાપુજા નો કાર્યક્રમ પૂજ્ય સ્થિત પ્રજ્ઞ બહેન , સુયોગી બહેનની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મહાપુજા પ્રસંગે સાધ્વી સુખચરણબહેન, સુલ્ભ બહેન, સ્વયમ પ્રકાશ બહેન, સુખદીપ બહેન, સમથલ બહેન હાજર રહ્યા હતા. અને સમૂહ મહાપૂજા તાલુકાની બહેનોને કરાવી હતી…
મહાપુજા પ્રસંગે પવિત્ર શ્રાવણ માસમાં કરેલી ભજન ભક્તિ નું મહત્વ સમજાવ્યું. અને મહાપૂજા નું મહત્વ સમજાવી હરિપ્રસાદ સ્વામીજી ના પ્રસંગોનું સુંદર નિરૂપણ કરી દ્રષ્ટાંતો સહિત સમજાવી કોઈના અભાવ અવગુણ લેવા નહીં, સુરત ભાવ એકતાથી જીવન જીવવા જણાવ્યું. દરેક વ્યક્તિમાં આત્મીય ભાવ રાખવો જોઈએ, અને જીવનના કોઈપણ પ્રસંગે નમી જવું, ખમી જવું, ભૂલી જવું, જતું કરવાની ભાવના રાખવા જણાવ્યું હતું. મહાપૂજા પ્રસંગે જંબુસર તાલુકા મંડળ પ્રમુખ લક્ષ્મીબહેન મકવાણા, સ્મૃતિબેન પટેલ, અલ્પીશાબેન પટેલ, હેમલતાબેન, પુષ્પાબેન,હેમન્તાબેન, આરતીબેન, ગીતાબેન, ચેતનાબેન, સહિત મોટી સંખ્યામાં સત્સંગી બહેનો હાજર રહ્યા હતા
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ





