GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મહેન્દ્રનગર માં ભૂદાન જમીનનું જબરજસ્ત કૌભાંડ એક કલેક્ટરે ભૂદાન જમીનને શ્રી સરકાર કરી તો બીજા કલેક્ટરે બિનખેતી કરી દીધી!

મોરબીના મહેન્દ્રનગર માં ભૂદાન જમીનનું જબરજસ્ત કૌભાંડ એક કલેક્ટરે ભૂદાન જમીનને શ્રી સરકાર કરી તો બીજા કલેક્ટરે બિનખેતી કરી દીધી!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીના પરા સમાન મહેન્દ્રનગર ગામે વિનોબા ભાવે ની ભૂદાન ચળવળ વખતે રાજાશાહી વખતના ગોલ્ફ ની જમીન જે જમીન વિહોણા લોકોને ભૂદાનમાં આપવામાં આવી હતી. પરંતુ આ ભૂદાનની જમીન અમુક અધિકારીઓ સાથેની સાંઠગાંઠ થી વેચાઈ જવા પામી હતી અને જે અંગેની ફરિયાદ તત્કાલીન રાજકોટ જિલ્લા કલેકટર પાસે પહોંચી હતી અને માર્ચ ૨૦૧૧ માં રાજકોટ જિલ્લા કલેકટરે આ મહેન્દ્રનગર ની સર્વે નંબર ૧૫૪ અને ૧૫૫ ની જમીન ભુદાન ની જમીન હોય અને તે વેચાણ કે હેતુફેર થઈ ગયેલી હોય તે જમીનને ખાલસા કરીને શ્રી સરકાર કરી નાખવામાં આવી હતી. પરંતુ વર્ષ ૨૦૧૯ માં આ ખાલસાથયેલી ભૂદાનની જમીનનું બિનખેતી ની મંજૂરી આપીને હેતુભેર કરી નાખવાનું જબરજસ્ત કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેમજ નામદાર હાઇકોર્ટના હુકમનું પણ ઉલ્લંઘન થયું છે. સરકાર દ્વારા પ્રમાણિક તપાસ કરવામાં આવે તો આ જબરૂ કૌભાંડ બહાર આવે તેવી પૂરી શક્યતા છે અને કાયદો કાયદાનું કામ કરે તો ઘણા લોકો સાથે પણ ખેતરપિંડી થયાનું બહાર આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.


આ સનસનીખેજ વિગતો બહાર આવી છે તે મુજબ આપણો દેશ આઝાદ થયા પછી વિનોબા ભાવેજીએ એક જમાનામાં જેમની પાસે વધારે જમીન હોય તેવાં શ્રીમંત ખેડૂતો પાસેથી થોડી જમીન લઈને તેમના જ ગામના જમીન વિહોણા ગરીબ ખેડૂતોને દાનમાં આપે તેવી ભાવના સાથે પદયાત્રા યોજી હતી. અને આ પ્રકારે મળેલી જમીન ભૂદાનની જમીન તરીકે જાણીતી થઈ છે. અને આ ભૂદાનને મળેલી વિશેષ લાયકાતો મુજબ આ જમીન હેતુફેર થાય નહીં, વહેંચી શકાય નહીં કે તબદિલ થઈ શકે નહીં તેમજ પડતર રાખી શકાય નહીં કે મૂળ માલિકને પરત મળી શકે નહીં તેવા વિશેષ અધિકારો સાથેની આ જમીન છે. પરંતુ હાલના સંજોગે ભ્રષ્ટાચારી માનસિક ધરાવતા રાજ્યસેવકોની અને ભ્રષ્ટ નેતાઓની સાથે સાંઠગાંઠ હોવાથી આવી ભૂદાનની જમીનોના હેતુફેર કરીને જમીનના વિશેષ અધિકારોનું અને નામદાર હાઇકોર્ટનાં આદેશ નું ઉલ્લંઘન કર્યું છે તેવું એક જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે.મોરબીના મહેન્દ્રનગર ગામે ભૂદાનની જમીન સર્વે નંબર ૧૫૪ અને ૧૫૫ નું વેચાણ થઈ ગયું હોય રાજકોટના તત્કાલીન કલેકટર એચ. એસ. પટેલ સાહેબે આ ભૂદાનની જમીન હોય તેમ કહીને ખાલસા કરીને શ્રીસરકાર કરવાનો હુકમ કર્યો હતો તે સાથે જ આ ભૂદાનની જમીનના વેચાણમાં અમુક અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગત ખુલી હતી. બાદમાં નામદાર હાઇકોર્ટમાં ભૂદાનની જમીન બાબતે એક કેસ દાખલ થયો હતો અને વર્ષ ૨૦૧૬ માં કેવ જજમેન્ટ આવ્યું છે. અને ચુકાદો તારીખ ૬-૯-૨૦૧૯ નાં રોજ આવ્યો છે તેમાં જણાવ્યા મુજબ ભૂદાનની જમીન હેતુફેર થઈ ગઈ હોય તો તેને મૂળ હેતુમાં લાવીને તેને શ્રીસરકાર કરીને સાર્વજનિક કામો કરવા. પરંતુ નામદાર હાઇકોર્ટના આ હુકમ આવવાનો હોય તેવું કેમ જાણે જાણી લીધું હોય તેમ જાણી જોઈને આ ખાલસા થયેલી શ્રીસરકાર થયેલી ભૂદાનની જમીનને હાઇકોર્ટનો ચુકાદો આવ્યો તે પહેલા એક દોઢમાં અગાઉ વર્ષ ૨૦૧૯ માં તત્કાલીન મોરબી જિલ્લા કલેકટરે બિનખેતીની મંજૂરી આપીને ભૂદાનની જમીનનો હેતુભેર કરી નાખ્યો છે. ગુજરાત સરકારના મહેતુલ વિભાગના તારીખ ૬-૧-૨૦૦૪ 6 1નો પરિપત્ર માં ભૂદાનમાં પ્રાપ્ત જમીનના રેકોર્ડમાં નોંધ કરવાની સૂચના સાથે તેમની તમામ શરતો જણાવવામાં આવી છે અને આ પરિપત્ર દરેક જિલ્લા કલેકટરની કચેરીમાં હોય જ તેમ છતાં જાણી જોઈને નામદાર હાઇકોર્ટના આદેશ નું ઉલંઘન થયું છે. ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારને સિસ્ટમ બનાવી દીધી હોય તેમ ઘણી બધી મોટાભાગની કચેરીઓમાં ગેરરીતી અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જો તેની તપાસ થાય તો માત્ર નાના કર્મચારીઓ તમે જ કાર્યવાહી થાય છે. અને ઉચ્ચ અધિકારીઓને આબાદ બચી જતા હોય છે. પરંતુ ભ્રષ્ટાચારને સીસ્ટાચાર બનાવતાં કેટલાક ઉચ્ચ અધિકારીઓએ ગુજરાત સરકારની ઈમેજ બગાડી છે એટલે જ સરકારે હવે ગંભીર બનીને ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હોય તેવું ભૂતકાળમાં કલેક્ટર કે. રાજેશ એ કરેલા ભષ્ટ્ટાચારની તપાસ કરાવી અને હાલમાં થોડા સમય પહેલા નિવૃત્ત કલેકટર એસ. કે. લાંગાની તપાસ થતા ગુજરાત ની પ્રમાણિક જનતામાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે. અને હવે ગુજરાત સરકારને અભિનંદન આપતા એવું જણાવે છે કે ગમે તેવા ચમરબંધી હોય પણ સત્તાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરીને સરકારની ઈમેજ બગાડી હોય તેવા કોઈપણ અધિકારી વિરુદ્ધ પ્રમાણિકતાથી તપાસની કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવી રહ્યા છે. ત્યારે આ એસ. કે. લાંગા નાં કૌભાંડને આંટી દે તેવું મોરબીમાં ભૂદાન જમીનનું જબરજસ્ત કૌભાંડ આચારવામાં આવ્યું છે. તેની સિલસિલાબંધ વિગત એવી છે કે મોરબીના પરા સમાન મહેન્દ્રનગર ની ગોલ્ફની જમીન એ ભૂદાનમાં આપવામાં આવી હતી જે સર્વે નંબર ૧૫૪ અને૧૫૫ નું વેચાણ થઈ ગયું અને ભૂદાનની જમીન વેચી શકાય નહીં તેવી ખાસ શકે નીતિ નિયમોની પોલીસી હોવાથી વર્ષ ૨૦૧૧માં આ ભૂદાનની જમીન ખાલતા કરીને શ્રીસરકાર કરવામાં આવી હતી બાદમાં વર્ષ ૨૦૧૬ માં નામદાર હાઇકોર્ટનાં કેવ જજમેન્ટ આવ્યું અને તારીખ ૬-૯-૨૦૧૯ ના રોજ ચુકાદો આવ્યો તેમાં જણાવ્યા મુજબ ભૂદાનની જમીન હેતુફેર થઈ ગઈ હોય તો તેને મૂળ હેતુમાં લાવીને શ્રી સરકાર કરીને તેમાં સાર્વજનિક કામો કરવા.. તેવા હુકમો પછી મહેતુલ વિભાગે ફેબ્રુઆરી ૨૦૧૭ માં રાજ્યકક્ષાની અને જિલ્લા કક્ષાની ભૂદાન સમિતિઓ રચના કરી આ સમિતિને ભુદાનની જમીનના ડેટાબેઝ તૈયાર કરીને સરકારને મોકલવાના હતા અને આ પ્રક્રિયા થઈ રહેતી તેવા સમયે જ વર્ષ ૨૦૧૯ માં આ સર્વે નંબર ૧૫૪ અને ૧૫૬ એ ભૂદાનની જમીન છે તેને બિનખેતીની મંજૂરી આપી દેવામાં આવી હતી અને આવું કૌભાંડ થયું હોય મોરબીના કાનૂની તજજ્ઞ એસ. બી. પટેલે વર્ષ ૨૦૧૧ તત્કાલીન માં મદદનીશ કલેકટર મોરબી પાસે આરટીઆઇ કરીને ભૂદાનની જમીનની માર્ગદર્શક માહિતી માગી હતી તેના જવાબમાં તત્કાલીન મદદનીશ કલેકટર મેડમ છાકછુવાકે સ્પષ્ટ જણાવ્યું હતું કે ભૂદાનની જમીન હેતુફેર થાય નહીં કોઈને વેચી શકાય નહીં કે તબ્દીલ થઈ શકે નહીં તેમજ પડતર રાખી શકાય નહીં અને જો આવું થાય તો જમીન ખાલસા થઈ શકે છે. પણ ત્યારબાદ યશવંતસિંહ ભવાનીસિંહ જાડેજાએ કૌભાંડને ખુલ્લો પાડવા માટે આરટીઆઇ સહિતની અરજીઓ કરીને જરૂરી પ્રોસિજર કરી તારીખ ૩૧-૩-૨૦૨૩ ના રોજ જિલ્લા કલેકટરને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં મહેન્દ્રનગર મહેન્દ્રનગર ભુદાન જમીનના સર્વે નંબર ૧૫૪ અને ૧૫૫ નું ઝીરો ગ્રાઉન્ડ પર રોજકામ કરીને સ્થળ ઉપર હાલ જે સ્થિતિ છે તેનો રિપોર્ટ કરવા અને નામદાર હાઇકોર્ટના નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. પરંતુ આ અરજી કરીને આઠ નવ મહિનાથી વધુ સમય થયો છે તેમ છતાં હજુ આ મહેન્દ્રનગરની ભૂદાન ની જમીન નું પંચરોજ કામ કરવામાં આવ્યું નથી એટલે કે આ ભૂદાનની જમીને હેતુફેર થઈ ગઈ છે તેવું આજના અધિકારીઓ પણ સારી પેઠે જાણે છે. ત્યારે હવે નામદાર હાઇકોર્ટના હુકમ મુજબ આ જમીનનો મૂળહેતુમાં લાવવા માટે આજના અધિકારીઓએ કાર્યવાહી કરવી જોઈએ નહિતર આ મુદ્દો નામદાર હાઇકોર્ટના હુકમનો અનાદર અંગેની અરજી હાઇકોર્ટમાં થાય તેમાં જિલ્લાના કલેક્ટર સહિત જવાબદારોને પક્ષકાર તરીકે જોડીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવું રજૂઆત કરતા વાય.બી. જાડેજાએ જણાવ્યું છે. ત્યારે સરકારે પણ આ બાબતે ગંભીરતાથી તપાસ કરવી જોઈએ જો કાયદો કાયદા નું કામ કરે તો અહીં મિલકત ખરીદનારાઓ ઘણા લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે તેવું પણ બહાર આવશે.અહીં એ વાત જણાવી દઈએ કે મોરબી જિલ્લામાં જમીનના હેતુફેર કરવામાં એ વેચાણ કરવામાં માત્ર મોરબી જિલ્લાના જ અધિકારી કે કર્મચારીઓ આવેલા છે તેવું નથી પરંતુ જેને જે તે સમયે સચિવાલયના એક સચિવે યેનકેન પ્રકારે ગ્રામ્ય વિસ્તારની એક ભૂદાનની જમીનને હેતુફેર કરીને ઉદ્યોગને મંજૂરી આપવામાં આવી છે. અને હાલની તકે ત્યાં એક સિરામિક ફેક્ટરી ઊભી છે. જો આની પણ પ્રમાણિક તપાસ કરવામાં આવે તો તેનો રેલો સચિવાલય સુધી પહોંચે તેમ છે. અને તત્કાલીન સચિવની સંડોવણી બહાર આવે તેમ છે. જોઈએ હવે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ના પગલાં કેવા લેવાશે તે આવનારો સમયે કહી શકશે. પ્રમાણિક તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર કરતા લોકોને સ્હેજે કાયદાનો ડર લાગશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

[wptube id="1252022"]
Back to top button