
તા.૨૦/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૨૧ અને ૨૨ ડીસેમ્બરે શહેરી વિસ્તારના નાગરિકોને મળશે સરકારી યોજનાઓના લાભો ઘર આંગણે
Rajkot, jetpur: ભારત સરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન સુધી પહોંચે અને છેવાડાના માણસને લાભ મળે તે હેતુથી સરકારશ્રી દ્વારા આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકાની નવાગઢ નગરપાલિકા તથા જેતપુર તાલુકા વહીવટી તંત્ર દ્વારા ૨૩ ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે.

સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચાડતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને જિલ્લા અગ્રણીશ્રી બિંદિયાબેન મકવાણા, શ્રી રમેશભાઈ જોગી, શ્રી જયસુખભાઈ ગુજરાતી, શ્રી રેખાબેન કમાણી, શ્રી બાબુભાઈ ખાચરીયા, જેતપુર શહેર મામલતદારશ્રી વી. એન. ભારાઈ, જેતપુર પી.એસ.આઈ. તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં ડો.આંબેડકર ચોક, નવાગઢ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

તા. ૨૧ ડિસેમ્બરના રોજ આ રથ ગોંદરા વિસ્તારના ખાખામઢી આશ્રમની આસપાસના વિસ્તારનાં લોકોને વિવિધ યોજનાઓના લાભો પૂરા પાડશે. જ્યારે તા. ૨૨ ડિસેમ્બરના રોજ આ રથ મારફત ધોરાજી રોડ પર આવેલા ફાયર સ્ટેશન ખાતે લાભાર્થીઓને વિવિધ લાભોથી લાભાન્વિત કરશે. આ વિકસિત યાત્રાનો નાગરીકોને વધુમાં વધુ લાભ લેવા માટે જેતપુર તાલુકા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.








