GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરમાં પત્ની સાથે નજીવી બાબતે પતિએ એસિડ ગટગટાવી લેતા મોત

વાંકાનેરમાં પત્ની દ્વારા નિંદરના ટીકડાનો ઓવરડોઝ ન લેવાનું કહેતા જે બાબતે પતિને મનમાં લાગી આવતા એસીડ પી લીધું હતું. જેથી યુવકને સારવાર અર્થે પ્રથમ વાંકાનેરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડતા જ્યાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર વાંકાનેરના ધમલપર-૨ માં રહેતા વીજયભાઇ દાનજીભાઇ માણસુરીયા ઉવ.૩૫ વાળા નીદરની દવાના કોઇ ટીકડા વધુ પડતા અવાર નવાર પીતા હોય જેથી ટીકડા પીવાની તેમની પત્ની સુમીત્રાબેને ના પાડતા મૃતક વિજયભાઈ લાગી આવતા ગત તા.૨૭/૦૨ ના રોજ પોતાના રહેણાંકમાં પોતે પોતાની મેળે એસીડ પી લેતા ઉલ્ટી ઉબ્કા થતા પ્રથમ સારવાર માટે વાંકાનેરમાં ખાનગી દવાખાને લઇ બાદ વધુ સારવારમા રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે લઇ જતા જ્યાં વિજયભાઈને આઇ.સી.યુ વોર્ડમા દાખલ કરાયા હતા. ત્યારે ગત ૧૨/૦૩ના રોજ વિજયભાઈનું ચાલુ સારવાર દરમ્યાન ફરજ પરના ડોકટર દ્વારા મરણ ગયાનું જાહેર કરાતા વાંકાનેર સીટી પોલીસે એ નોંધ કરી આગળની તપાસ ચલાવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button