MORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના ગુંદાખડા ગામે ઢોર ચરાવવા બાબતે માલધારી ઉપર પાંચ ઈસમોએ હુમલો કર્યો

WANKANER:વાંકાનેરના ગુંદાખડા ગામે ઢોર ચરાવવા બાબતે માલધારી ઉપર પાંચ ઈસમોનો હુમલો

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં આવેલ તળાવ પાસે માલધારી પોતાના માલ-ઢોર ચરાવવા આવતા આરોપીઓને તે બાબતે સારું ન લાગતા માલધારીને ગાળો આપી લાકડી અને પાઇપ વડે માર માર્યાની વાંકાનેર તાલુકામાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા કરમણભાઇ ખિમાભાઇ બાંભવા ઉવ.૪૫ એ ગુંદાખડા ગામના આરોપીઓ પોપટભાઇ કરમશીભાઇ સાપરા, ભકાભાઇ પોપટભાઇ, વીહાભાઇ માધાભાઇ સાપારા, રવજીભાઇ પોપટભાઇ સાપારા, દર્શનભાઇ ચોથાભાઇ સાપરા રહે. બધા ગુંદાખડા તા.વાંકાનેર જી.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે માલધારી કરમણભાઇ બાંભવા પોતાના માલ-ઢોર લઇ ગુંદાખડા ગામના જ તળાવ પાસે ચરાવવા આવતા જે બાબતે પાંચેય આરોપીઓએ એકસંપ થઇ કરમણભાઇને બેફામ ગાળો આપી લાકડી વડે માર મારી તેમજ કરમણભાઇ સાથે માલ-ઢોર ચરાવવા સાથેના રણછોડભાઈને પણ આરોપીઓએ લાકડી તથા પાઇપ વડે માર મારી બંનેને મૂંઢ ઈજાઓ પહોચાડયાની ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ તથા જીપી એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી ધારણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button