GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશનનો મળી કૂલ રૂ.૨.૩૮ કરોડના ઇગ્લીશ દારૂ – બીયરના જથ્થા ઉપર બુલડોઝર ફેરવ્યું 

MORBI:મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશનનો મળી કૂલ રૂ.૨.૩૮ કરોડના ઇગ્લીશ દારૂ – બીયરના જથ્થા ઉપર બુલડોઝર ફેરવ્યું

મોરબી જીલ્લા પોલીસે મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશનનો મળી કૂલ રૂ.૨.૩૮ કરોડના ઇગ્લીશ દારૂ – બીયરના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા અનુમતિ મંગાઈ હતી જે અન્વયે નામદાર કોર્ટના હુકમ અનુસંધાને મોરબી સબ ડિવીઝન મેજીસ્ટ્રેટ સુશીલ પરમારની અધ્યક્ષતામાં મોરબી વિભાગ પી.એ.ઝાલા -નાયબ પોલીસ અધિક્ષક તથા વાંકાનેર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા, ભાવનાબેન પંચોલી સબ ઇન્સ્પેકટર- નશાબંધી અને આબકારી ખાતું રાજકોટનાઓની સમિતી દ્વારા એન.કે.પટેલ પ્રો. નાયબ પોલીસ અધિક્ષક ટંકારા પોલીસ સ્ટેશન તથા એન.આર.મકવાણા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન તથા એન.એ.વસાવા મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનની હાજરીમાં મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશનના મળી કુલ-૧૭૩ ગુન્હાની ઇંગ્લીશ દારૂની બોટલો / બીયરના ટીન નંગ-૯૦૫૬૧ કિં.રૂ.૨,૩૭,૭૮, ૭૭૭/- નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે.

[wptube id="1252022"]
Back to top button