WANKANER:ભ્રષ્ટાચારથી ખદબદતી વાંકાનેર રૂરલ-૧ પી.જી.વી.સી.એલ કચેરી..!

WANKANER:ભ્રષ્ટાચારથી ખદબદતી વાંકાનેર રૂરલ-૧ પી.જી.વી.સી.એલ કચેરી..!રીપોર્ટ: અર્જુનસિંહ વાળા વાંકાનેર
નાયબ ઈજનેર ભુવા સહિત અનેક ઈજનેર હેડક્વાર્ટર વિસ્તારમાં રહેતા ન હોવાની માહિતી જાણવા મળી.
નરમાખ સમાન છે વાંકાનેર PGVCL કચેરીઓનાં કર્મચારીઓ,પગાર પૂરો ખાય છે પણ કામ કરતા નથી.
વાંકાનેર:વરસાદ આવે ને PGVCL કચેરીની પોલ ખુલે એ વાત હવે વર્ષો જૂની થઈ ગઈ છે. રાજ્યના દરેક નાગરિક જાણે જ છે કે સરકારી તંત્ર ક્યારેય ચોક્સાય પૂર્વકની કામગીરી કરી શકતું નથી અથવા નરમાખની જેમ માત્ર પગાર ખાય છે કામ પૂરતું કરતા નથી.
હાલમાં વાંકાનેર રૂરલ-૧ pgvcl કચેરી ચર્ચાનો મુદ્દો બની છે.વાંકાનેર તાલુકાના એક જાગૃત નાગરિક દ્વારા રૂરલ-૧ pgvcl કચેરીમાં RTI કરવામાં આવી હતી જેમાં માહિતી માંગવામાં આવી હતી કે વાંકાનેર PGVCL રૂરલ-૧ માં કોન્ટ્રાક્ટ આધારિત વાહનો રાખવામાં આવ્યા હોય એ વાહનોના ભાડા કરાર તેમજ ચૂકવેલ ભાડા બિલોની માહિતી ખરી નકલથી આપવી.પરંતુ વાંકાનેર રૂરલ એક ના નાયબ ઈજનેર ભુવા દ્વારા આ માહિતી અરજદારને નહિ આપતા અરજદાર પ્રથમ અપીલ કરી હતી.જે પ્રથમ અપીલમાં અરજદારની જીત થઇ હતી.
અરજદારની પ્રથમ અપીલમાં જીત થતા જાહેર માહિતી અધિકારી રૂરલ ૧ ને દસ દીવસમાં વિના મૂલ્ય માહિતી આપવાનો હુકમ થયો હતો.
બાદમાં વાંકાનેર રૂરલ -૧ નાયબ ઈજનેર દ્વારા જે માહિતી આપવામાં આવી હતી એ માહિતી ખૂબ ચોંકાવનારી હતી.વાંકાનેર રૂરલ PGVCL કચેરીમાં ત્રણ બોલેરો ભાડા કરારથી રાખવામાં આવ્યા છે.જેમાં GJ 36 V 2100 નમ્બરના બોલેરાને એક મહિનાનું ભાડું રૂપિયા 527111 (પાંચ લાખ સત્તાવીસ હજાર એકસો અગિયાર ) ચૂકવવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
પરંતુ RTI કાર્યકર્તા દ્વારા હજુ પણ ચોક્સાઇ પાકી ખાતરી કરવા સારું બીજી RTI દાખલ કરવામાં આવી હતી કે વાહન નમ્બ4 GJ36 V 2100 ની 1 માર્ચ 2023 થી 31 માર્ચ 2023 સુધીની દરરોજના કિલોમીટરની વિગતો દર્શાવતી લોગબુકની ખરી નકલ માંગી હતી. પરંતુ વાંકાનેર રૂરલ -૧ નાયબ ઈજનેર ભુવા દ્વારા આ માહિતી છુપાવવામાં આવતી હોય અરજદાર ને સમયસર માહિતી ન આપતા વાંકાનેર PGVCL રૂરલ 1 કચેરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાની વાત નકારી શકાય તેમ નથી.
વધુમાં કોઈ સરકારી કચેરીમાં ઉપરી અધિકારીને લેખિતમાં જાણ કર્યા વગર અથવા ઉપરી અધિકારીની પરવાનગી વગર હેડક્વાર્ટર વિસ્તારમાં છોડી શકાય નહીં ત્યારે વાંકાનેર રૂરલ-૧ માં હાલમાં ત્રણ ઈજનેર છે. જેમાંથી ઈજનેર ધરાબેન રાજકોટ થી વાંકાનેર અપડાઉન,ઈજનેર મોઢવાડિયા મોરબીથી વાંકાનેર અપડાઉન, તેમજ રૂરલ-૧નાયબ ઈજનેર ભુવા પણ મોરબીથી વાંકાનેર અપડાઉન કરે છે.
તેમજ ડિવિઝન ઓફિસમાં એક ઈજનેર પણ રાજકોટથી અપડાઉન કરે છે. ડેપ્યુટી ઈજનેર પ્રજાપતિ રાજકોટ થી વાંકાનેર અપડાઉન.તેમજ એક્ઝિક્યુટિવ ઈજનેર પણ રાજકોટ થી વાંકાનેર અપડાઉન કરે છે.
ઉપરના તમામ અધિકારી હાલમાં HRA લઇ રહ્યા છે કે કેમ ? તેમજ ઉપરના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર છોડવાની મંજૂરી આપવામાં આવી છે કે કેમ એ પણ યક્ષ પ્રશ્ન છે?
ત્યારે જોવાનું રહ્યું કે હવે વાંકાનેર રૂરલ-૧ નાયબ ઈજનેર ભુવા RTI કાર્યકર્તા ને માહિતી ન આપતા ક્યાં સુધી રોકી શકે છે?