GUJARATMORBIMORBI CITY / TALUKO

WANKANER:છત્તીસગઢ  રાજ્યના રેપ કેસના ગુનાના વોન્ટેડ આરોપીને વાંકાનેર સર્વેલન્સ પોલીસ ટીમે ઝડપી લીધો 

WANKANER:છત્તીસગઢ  રાજ્યના રેપ કેસના ગુનાના વોન્ટેડ આરોપીને વાંકાનેર સર્વેલન્સ પોલીસ ટીમે ઝડપી લીધો

વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના માટેલ ગામથી છત્તીસગઢ રાજ્યના જગરાખંડ પોલીસ મથકમાં નોંધાયેલ રેપ કેસના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી લઇ હસ્તગત કરી છત્તીસગઢ રાજ્યના જગરાખંડ પોલીસ મથકમાં સોંપી આપેલ છે

 

Oplus_0

મળતી માહિતી અનુસાર પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી તરફથી આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ દરમ્યાન શાંતીપુર્ણ વાતાવરણથી ચુંટણી યોજાઇ જેથી નાશતા ફરતા આરોપીઓને પકડી યોગ્ય કાર્યવાહી કરવા સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક,વાંકાનેર વિભાગ એસ.એચ.સારડા, વાંકાનેર સીપીઆઇ વી.પી.ગોલના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ મથકની સર્વેલન્સ ટીમે છત્તીસગઢ રાજ્યના જગરાખંડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રેપ કેસનો આરોપી વીશાલસિંહ મુન્નાસિંહ ઠાકુર ઉવ.૨૩ મૂળરહે ગામ-મનેન્દ્રગઢ થાના-જગરાખંડ રાજ્ય-છત્તીસગઢને માટેલ ગામ નજીક આવેલ અમરધામ પાસે ભાડેની ઓરડી ખાતેથી પકડી પાડી અટક કરી આગળની ધોરણસરની કાર્યવાહી માટે છત્તીસગઢ રાજ્યના જગરાખંડ પોલીસ મથકમાં સોંપી આપેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button