GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ જિલ્લા આયોજન સમિતિનો ચૂંટણી કાર્યક્રમ જાહેર

તા.૨૮/૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી જિલ્લા આયોજન સમિતિના ૧૫ સભ્યોની ચૂંટણીનો તબક્કાવાર કાર્યક્રમ ચૂંટણી ઓથોરિટી જિલ્લા આયોજન સમિતિ -વ- કલેકટર રાજકોટ શ્રી પ્રભવ જોશી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

જે મુજબ, આ ચૂંટણી માટે ઉમેદવારે અથવા તેના પ્રસ્તાવકર્તાએ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી, ગોંડલ અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી, રાજકોટને તાલુકા પંચાયત કચેરી, રાજકોટ ખાતે (જાહેર રજા સિવાયના) નામાંકન પત્રો કોઈ પણ દિવસે સવારે ૧૧:૦૦ કલાકથી ૧૫:૦૦ કલાકની તા.૧૩/૦૩/૨૦૨૪ સુધીમાં રજુ કરવાના રહેશે. નામાંકન પત્રના નમૂના રજૂ કરવાના સ્થળ પરથી મેળવી શકાશે.

નામાંકન પત્રોની ચકાસણી તાલુકા પંચાયત કચેરી, રાજકોટ ખાતે તા.૧૪/૦૩/૨૦૨૪ના રોજ ૧૧:૦૦ કલાકે કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચી લેવાની નોટીસ તા.૧૮/૦૩/૨૦૨૪ના રોજ, બપોરે ૧૫:૦૦ વાગ્યા પહેલા કચેરી ખાતે અધિકારીને ઉમેદવાર અથવા ઉમેદવારે (નોટીસ) પહોંચાડવા માટે લેખીતમાં અધિકૃત કર્યા હોય તેવા તેના પ્રસ્તાવકર્તા દ્વારા પહોંચાડી શકાશે.

તા. ૧૯/૩/૨૦૨૪ એ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જો ચૂંટણી કરવાની થાય તો તા. ૩૦/૩/૨૦૨૪ સવારે ૧૦:૦૦ કલાક થી ૧૩:૦૦ કલાક સુધીમાં મતદાન યોજાશે જેની તા. ૩૧/૩/૨૦૨૪ ના રોજ મતગણતરી કરાયા બાદ પરિણામ જાહેર કરાશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button