WANKANER:વાંકાનેર નવા ઢૂવા ગામે વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમ ઝડપાયો

વાંકાનેર:નવા ઢૂવા ગામે વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમ ઝડપાયો
વાંકાનેર:વિદેશી દારૂના ધંધાર્થી દારૂનો વેપલો કરવા અવનવી તરકીબ અજમાવી દારૂનો જથ્થો સંતાડતા હોય છે ત્યારે નવા ઢૂવા ગામે એક બુટલેગરે પોતાના રહેણાંક મકાનના ફળીયામાં ખાડો કરી વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યાની પૂર્વ બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી દારૂની ૧૦૮ બોટલ કબ્જે લઇ આરોપીની અટક કરવામાં આવી છે. આ સાથે પકડાયેલ આરોપીએ વિદેશી દારૂનો જથ્થો જેની પાસેથી મેળવ્યો હતો તેનું નામ જાહેર કરતા હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ફરાર આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના નવા ઢૂવા ગામે આરોપી મુકેશભાઇ બાબુભાઇ કારેલીયા પોતાના રહેણાંક મકાનના ફળીયામાં ખાડો કરી તેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી તેનું વેચાણ કરતો હોવાની મળેલ બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપીના રહેણાંક મકાનમાં દરોડો પાડી સ્થળ ઉપરથી છુપાવીને રાખેલ વિદેશી દારૂની ૧૦૮ બોટલ ઝડપી લેવામાં આવી હતી.આ સાથે આરોપી મુકેશભાઇ બાબુભાઇ કારેલીયા ઉવ.૩૦ રહે.નવા ઢુવા તા.વાંકાનેર જી.મોરબીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર આરોપી રમેશભાઇ ચોથાભાઇ કીહલા રહે.સુદામડા તા.સાયલા જી.સુરેન્દ્રનગરનું નામ ખુલતા તેને ફરાર દર્શાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.








