JETPURRAJKOT

રાજકોટના નીચાણવાળા વિસ્તારો ભગવતીપરા, રાજીવ નગર,રૂખડીયા પરામાં કોમ્બિંગ

તા.૧૪ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આગામી તા.૧૪ અને ૧૫ ના રોજ બિપરજોય વાવાઝોડાની સંભવિત અસર સામે મદદરૂપ થવા માટે ગઈકાલે એન.ડી.આર.એફ. ની એક ટીમ રાજકોટ આવી પહોંચી હતી.

એન.ડી.આર.એફ. ના ઇન્સ્પેકટર વિજય કુમાર અને તેમની ટીમે રાજકોટ ફાયર વિભાગ સાથે સંકલનમાં રહી આજી નદીના પટના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી હતી. આજી નદીના કાંઠે આજરોજ ભગવતીપરા, રાજીવ નગર,રૂખડીયા પરામાં કોમ્બિંગ કરી લોકોને સુરક્ષિત જગ્યાએ જતા રહેવા સમજાવવામાં આવેલ. મોટા ભાગના પરિવારોને સુરક્ષિત રીતે સરકારી શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે.

 

આ તકે એન.ડી.આર.એફ. ના ઇન્સ્પેકટર વિજય કુમારના જણાવ્યા મુજબ ટીમ લાઈફ સેવિંગ બોટ, કટર સહિતના અત્યાધુનિક સાધનો સાથે તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે.

[wptube id="1252022"]
Back to top button