WANKANER:વાંકાનેર ના ખીજડીયા ખાતે જશને દસ્તારબંદી નો શાનદાર જલસો યોજાયો

WANKANER:વાંકાનેર ના ખીજડીયા ખાતે જશને દસ્તારબંદી નો શાનદાર જલસો યોજાયો
“ઈસ્લામી દિન અને દુનિયાવી તાલીમ લેનાર તેજસ્વી વિદ્યાર્થીઓને કારી તથા હાફિઝ ની પદવી આપી સન્માન કરાયા”
વાંકાનેર તાલુકાના ખીજડીયા ખાતે આવેલ દારૂલ ઉલૂમ એહલે સુન્નત-ખીજડીયા માં દસ્તાર બંદી અને નશા મુકિત અંતર્ગત શાનદાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવનાર સમયમાં યુવા વર્ગમાં જાગૃતતા સાથે તમાકુ સિગરેટ ગુટખા દારૂ જેવા નસીલા પદાર્થોથી નશા મુકત સાથે ફિઝુલ ખર્ચ મુક્ત રહી પોતાનું અને પરિવારનું સમાજ સહિત દેશનું ગૌરવ બને એ સાથે દિન દુનિયાવી તાલીમ પ્રાપ્ત કરી ઈસ્લામી મજહબી જ્ઞાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન સાથે કારી અને હાફિઝ તરીકેની સન્નત પદવી આપવાની સાથે નો ભવ્ય શાનદાર પ્રોગ્રામ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે ના દારૂલ ઉલૂમ એહલે સુન્નત દ્વારા તારીખ 10 2 2024 ને શનિવારના રોજ રાખવામાં આવેલ હતો જેમાં પીરે તરીકત મોઈને મિલ્લત સય્યદી મૂશીદી અલ્હજ ડૉ.સૈયદ ગુલામ મોઈનુદ્દીન કાદરી ચિશ્તી,સૈયદ અનિસુલ હક્ક કાદરી,શૈખુલ ઈસ્લામ મૌલાના મુફતી શોએબ અલી અકબરી, અલ્હજ સૈયદ શોએબ અહમદ કાદરી, ચિશ્તી મોહંમદ વાજીદ અલીયાર અલ્વી, મૌલાના મુફતી અશરફ રઝા સાહેબ, હાફિઝ મોહંમદ રઝા તથા વિશાળ હાજર સમુદાય સાથે યોજાયેલા આ યુ ટ્યુબ લાઈવ પ્રોગ્રામ માં ૧૭ જેટલા વિદ્યાર્થીઓ તલ્બાઓ ને તાલિમ સનદ આપી સન્માન વામાં આવ્યા હતાં
આ કાર્યક્રમ માં કચ્છ સહિત તાલુકા ભર ના આલીમો એ હાજરી આપી હતી અને નવયુવાનો માં વ્યસન મુક્તિ નો સંદેશ પાઠવ્યો હતો દારૂલ ઉલૂમ એહેલે સુન્નત મદ્દસા ની સ્થાપના ૧૯૬૦ માં પીરે તરીકત સૈયદ અબ્દુલ હક સાહેબ કરી હતી આ શાનદાર અને જાનદાર યોજાયેલા જલ્સા માં પીરે તરીકત સૈયદ અબ્દુલ હક સાહેબ ના શહેઝાદા એ હાજર મેદની ને ઈસ્લામ નાં કાનૂન તથા પ્રવિત્ર કુરાને પાકે ફરમવેલા આદેશો નું પાલન કરી ભાઈચારો જાળવવા હાકલ કરી હતી જેમાં હાજર મેદની એ નારા લગાવી આવકારી હતી.આ પ્રસંગે સ્થાનિક અને બહાર થી આવેલા મહેમાનોને ન્યાજ (પ્રસાદ) કાબરા પરિવાર ના હાજી.અ.સ્તાર કાસમ ભાઈ તરફથી રાખવા માં આવી હતી.