કાલોલના વૈષ્ણવ વૃંદને અવિભૂત કરી રહેલ પુષ્ટિ માર્ગીય 84 બેઠક ચરિત્રામૃત મહોત્સવ કથાની પૂર્ણાહુતિ

તારીખ ૦૫/૦૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વલ્લભકુલ ભૂષણ પૂ. ચરણ ગોસ્વામી ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહારાજશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને સ્વ. મંજુલાબેન જગમોહનદાસ શાહ આચાર્ય નિવાસના ૧૭માં પાટોત્સવના ઉપલક્ષમાં આયોજીત ચતુર્થ દિવસીય ૮૪ બેઠકજી ચરિત્રામૃત મહોત્સવની સાથે સાથે આયોજીત અનેકાનેક પુષ્ટિ પ્રેરક કાર્યક્રમોમાં કાલોલ સમેત આસપાસના વૈષ્ણવોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. ૮૪બેઠક ચરિત્રામૃત મહોત્સવ અન્વયેના વચનામૃત પ્રસંગે પૂ. ચરણ ગો.૧૦૮ શ્રી કુંજેશ કુમારજી મહારાજશ્રીએ પુષ્ટિ પ્રણેતા જગદગુરુ શ્રીમદ્ આચાર્યજી મહાપ્રભુજીના ભારત ભ્રમણ વેળાની ૮૪ બેઠકો પૈકીની ૬૦ પ્રગટ અને ૨૪ અપ્રગટ બેઠકોના પુષ્ટિ બેઠકોનું તાત્પર્ય – માહાત્મ્ય અને ભાવાર્થો નું લૌકિક દ્રષ્ટાંતો સાથે સરળ શૈલીમાં વર્ણનથી કથા શ્રવણ માટે ઉપસ્થિત વૈષ્ણવ વૃંદ ઉત્સાહિત જોવા મળ્યું હતું. આગલા દિવસે મંગળવારે સ્વામિનાાયણ સંપ્રદાયના પું.પા ૧૦૮ લાલજી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ કથા મંડપ માં હાજર રહ્યા હતા અને વલ્લભ કુળ પરિવાર નાં કુંજેશ કુમાર જી મહારાજ કાછીયાવાડ ખાતે દિવ્યશાકોત્સવ મહોત્સવમાં હાજર રહ્યા હતા અને બન્ને ગુરૂ નો એક ઐતિહાસિક મીલન સમારોહ યોજાયો હતો.આચાર્ય નિવાસના ૧૭ માં પાટોત્સવની મંગલ ઉજવણીના આ અવસરે આયોજીત પંચદિવસીય કાર્યક્રમોમાં સાંસ્કૃતિક સહિત પાટોત્સવના દિવસે તિલક આરતી,નંદ મહોત્સવ,શ્રી મહાપ્રભુજીની ૮૪ બેઠકોની પ્રતિકૃતિઓના દર્શન- પ્રદક્ષિણા અને શ્રી વલ્લભકુળને પોતાના ઘરે પધરાવી વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી.પાંચ દિવસના રોકાણો દરમ્યાન પૂ.શ્રી એ કાલોલ મુકામે કામધેનુ ગૌ શાળા,મહાત્મા ગાંધી સાર્વજનિક પુસ્તકાલય તેમજ એન.એમ.જી. હોસ્પિટલની મુલાકાત લઈ તમામની કામગીરીને બિરદાવી વ્યવસ્થાપક મંડળને જરૂરી સૂચનો સહ શુભેચ્છાઓ પાઠવી હતી.મહોત્સવના સમાપને ઉપસ્થિત વૈષ્ણવ સમસ્ત માટે મહાપ્રસાદની વ્યવસ્થા સમેતના તમામ કાર્યક્રમોનું સુચારુ અને સફળ આયોજન કાલોલ વૈષ્ણવ સમાજ તેમજ યુવા વૈષ્ણવો દ્વારા કરવામાં આવ્યું હતું.










