GUJARATMORBIMORBI CITY / TALUKO

WANKANER:વાંકાનેર ના કેરાળા ગામના પાટિયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

વાંકાનેર ના કેરાળા ગામના પાટિયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

વાંકાનેર તાલુકાના કેરાળા ગામના પાટિયા નજીક કાર ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો કારની ટેસ્ટ ડ્રાઈવ માટે નીકળેલ ત્રણ યુવાનોને અકસ્માત નડ્યો હતો જેમાં કાર ટ્રક પાછળ ઘુસી જતા કારમાં સવારે એક યુવાનનું મોત હતું હતું તો અન્ય ત્રણ યુવાનોને ઈજા પહોંચી હતી

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કેરાળા ગામના પાટિયા પાસે કાર જીજે ૨૧ એક્યું ૬૮૪૫ જતી હોય ત્યારે આગળ જતા ટ્રક જીજે ૩૬ ટી ૭૯૫૨ પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ટંકારાના સમીરભાઈ અનવરભાઈ સરવદી નામના યુવાનનું મોત થયું હતું જયારે કારમાં સવાર ટંકારાના શાહરૂખ, અમીન અને એહમદ એમ ત્રણ યુવાનોને ઈજા પહોંચી હતી જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જે બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસના વનરાજસિંહ પાસેથી મળતી માહિતી મુજબ યુવાનો કારની ખરીદી કરવાની હોય જેથી ટેસ્ટ ડ્રાઈવ માટે કાર લઈને નીકળ્યા હતા અને આગળ જતા ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો

[wptube id="1252022"]
Back to top button