
વાંકાનેર નગરપાલિકા દ્વારા મેરી માટી મેરા દેશ અંતર્ગત સફાઈ અભિયાન અને કળશ યાત્રા મુખ્ય માર્ગો પર ફરી
“સ્વચ્છત વાંકાનેર રહે તે માટે તંત્રની સાથે પ્રજા જાગૃત રહેવા ચીફ ઓફિસર એ કરી અપીલ”

(આરીફ દિવાન) વાંકાનેર: મેરી માટી મેરા દેશ અંતર્ગત વાંકાનેર ચીફ ઓફિસર સહિત સર્વે પાલિકાના કર્મચારીઓ દ્વારા વાંકાનેરના મુખ્ય માર્ગ ઉપર કળશ યાત્રાનું આયોજન કરી વાંકાનેર સ્વચ્છત રહે તે માટે પ્રજાએ પણ જાગૃત રહેવા ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા એ અપીલ કરી છે જ્યાં ત્યાં કચરો નાખી દેતા વ્યક્તિઓએ પોતાની શેરી ગલી દુકાન કે ઘરના આંગણે થતાં કચરા ગંદકી અંગે જાગૃત રહી જાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત કાયમ માટે રહેવું જોઈએ જ્યાં ત્યાં ગંદકી કચરો કરવા કરતા કચરાપેટી કે કચરો કનેક્શન કરતી ગાડીમાં સમયસર કચરો ગંદકી તે વાહનમાં વ્યવસ્થિત રીતે દૂર કરી પોતાની દુકાન હોટલ કે શેરી ગલી ઘરના આંગણે થતા કચરા ગંદકી અંગે જાગૃત રહેવું જરૂરી છે માત્ર ઓક્ટોબર માસ નિમિત્તે ગાંધી જન્મ જયંતી નિમિત્તે કચરા દૂર કરવાના દેખાવ કરવાને બદલે કાયમી ધોરણે લોકોએ જાગૃત થઈ પાલિકા પંચાયત ના કર્મચારીઓ કે વાહનોમાં વ્યવસ્થિત કચરા દૂર કરી પોતા ના વિસ્તારને સ્વચ્છત રાખવા જોઈએ તારીખ 1/10/2023 ના રોજ વાંકાનેર નગરપાલિકા દ્વારા મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા સફાઈ અભિયાન અને કળશ યાત્રા ને રાજમાર્ગો કરતી પસાર થઈને જૂની નગરપાલિકા કચેરી ખાતે સમાપ્ત થયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા અને નગરપાલિકાના કર્મચારીઓ હેડ ક્લાર્ક હાર્દિક સરૈયા એન્જિનિયર મહેશભાઈ ચૌહાણ સેનેટરી ઇન્સ્પેક્ટર નવીનભાઈ સહિત પાર્થભાઈ. અશોકભાઈ રાવલ વગેરે ફરજના ભાગે પ્રજા ચિંતક પ્રજા જાગૃતિ લોક હિત કાર્યક્રમ સ્વરૂપે યોજવામાં આવેલ છે જેથી વાંકાનેર પંથકના રહીશો એ પણ તંત્રને સહયોગી થઈ કાયમ માટે સ્વચ્છત વાંકાનેર રહે તેવા પ્રયાસો ના ભાગરૂપે સર્વે વાંકાનેર પંથકની પ્રજા સમક્ષ અપીલ કરી છે








