માલસર મુકામે યોગાનંદ આશ્રમ ના સાનિધ્યમાં યોગાનંદ ટ્રસ્ટ ના એક ટ્રસ્ટી દ્વારા ૪૫ દિવસના લક્ષચંડી મહાયજ્ઞ નું આયોજન કરાયું

શિનોર તાલુકા ના માગલ્યધામ માલસર મુકામે યોગાનંદ આશ્રમ ના સાનિધ્યમાં યોગાનંદ ટ્રસ્ટ ના એક ટ્રસ્ટી દ્વારા સર્વે ના કલ્યાણ અર્થે ૪૫ દિવસ ના લક્ષચંડી મહાયજ્ઞ નું પુણ્ય કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ યજ્ઞ કાર્ય દરમિયાન દુર્ગા સપ્તસતી પીઠ અને દશાંશ યજ્ઞ માં ૮૧ લાખ આહુતિ આપનાર છે. આ યજ્ઞ હાલ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે. તા.૫ માર્ચ ના રોજ પૂર્ણાહુતિ થનાર છે. જેમાં મોટી સંખ્યા માં ભાવિક ભક્તો દર્શન નો અને મહા પ્રસાદી નો લાભ લેનાર છે. આ યજ્ઞ માં ૨૧ મહાકૂડ માં કુલ નવ હજાર કિલો દ્રવ્યો ની આહુતિ આપનાર છે.
માં નર્મદા નદી ને કિનારે આવેલ માગળ્યધામ માલસર મુકામે અનેક લોક કલ્યાણ માટે મહા યજ્ઞાઓ તેમજ કથાઓનું અવાર નવાર આયોજન થાય છે. માં નર્મદા ના સાનિધ્ય માંપ આવેલ યોગાનંદ આશ્રમે તા ૧૯/૧/૨૩ થી છેલ્લા ૪૦ દિવસ થી યોગાનંદ આશ્રમ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભવાન ભાઈ ભરવાડ મુખ્ય યજમાન દ્વારા કોઈ વ્યક્તિગત કે સંસ્થા નું નહિ પણ સમગ્ર રાષ્ટ્ર ના હિત માટે લક્ષ ચંડી યજ્ઞ નું પુણ્ય કાર્ય થઈ રહ્યુ છે. આ યજ્ઞ માં એક લાખ દુર્ગા સપ્તશતી ના પાઠ કરી દશાંશ યજ્ઞ માં ૮૧ લાખ આહુતિ આપનાર છે. અને માં મહાકાલી, મહા લક્ષ્મી, મહા સરસ્વતી , ત્રિપુરાકા સ્વરૂપની અને ખોડિયાર માતા ને પ્રસન્ન કરી સર્વ નું કલ્યાણ થાય તેવી માં જગદંબા ને પ્રાર્થના કરવા માટે લક્ષ ચંડી યજ્ઞ ચાલુ કરેલ છે. આ યજ્ઞ માટે ૨૧ મહાકુદ કરી, ૨૫૫ જેટલા કાશી, પ્રયાગરાજ અને વારાણસી ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા જુદા જુદા નવ હજાર દ્રવ્યો ની આહુતિ અપાઈ રહી છે. આ યજ્ઞ ના દર્શન નો લહાવો લેવા અનેક ભક્તજનો લઇ રહ્યા છે. તા ૫/૩/૨૩ ના રોજ આ લક્ષ ચંડી યજ્ઞ ની પૂર્ણાહુતિ હોય દૂર દૂર થી ભક્તજનો દર્શન અને મહા પ્રસાદી નો લાભ લઇ ધન્યતા અનુભવશે.
લક્ષ ચંડી મહા યજ્ઞ માં આઠ હજાર જેટલા દ્રવ્યો ની આહૂતિ આપનાર છે.
૫૧ ડબા ગાયનું ઘી.,૩૫૦૦ કિલો તલ, ૩૫૦૦ કિલો ડાંગર, ૫૦૦ કિલો જવ, ૩૦૦ કિલો ખાંડ, ૫૦ કિલો કમળ કાકડી, ૧૦ કિલો કાજુ,૧૦ કિલો બદામ, ૧૦ કિલો દ્રાક્ષ,
૧૦ કિલો કોપરા નું છીણ અને ૫૧ ડબ્બા ગાય ના ઘી ની આહુતિ આપનાર છે.
ફૈઝ ખત્રી..શિનોર