BANASKANTHAKANKREJ

રાધનપુર પ્રજાપતિ છાત્રાલય ખાતે  શ્રી પ્રજાપતિ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૫ મો ઈનામ વિતરણ/સ્નેહ મિલન સમારંભ યોજાયો

આગામી ટૂંક સમયમાં લગ્નોત્સવ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જો લગ્નોત્સવ થાય તો તમામ ખર્ચ પ્રજાપતિ અશોકભાઈ દેવરામભાઈ વારાહી તથા પ્રજાપતિ નિલયભાઈ દિનેશભાઈ દુનાવાડા હાલ -પાટણ આપશે તેવું જાણવા મળ્યું
હતું.
——————————
નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલયના પટાંગણમાં શ્રી પ્રજાપતિ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૫ મો સરસ્વતી સન્માન સમારંભ તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ અને સ્નેહ મિલન સમારંભ માધુભાઈ માવજીભાઈ પ્રજાપતિ નિવૃત મામલતદાર ચલવાડાવાળાના અધ્યક્ષ સ્થાને અશોકભાઈ દેવરામભાઈ પ્રજાપતિ સમારંભના ઉદ્ઘાટક,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુર ના ઉપપ્રમુખ એવમ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વાઢીયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિ, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર,એ.આર.ટી.ઓ.મોરબી થી રોહિતભાઈ પ્રજાપતિ ની ઉપસ્થિતિમાં મંડળના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ,મંત્રી નથુભાઈ પ્રજાપતિ,વાંસા પરગણા મંત્રી હસમુખભાઈ પ્રજાપતિ,તેરવાડા પરગણા પ્રમુખ સોમાભાઈ રોઈટાના અતિથિ વિશેષની ઉપસ્થિતિમાં પ્રજાપતિ માહી કનુભાઈ,પ્રજાપતિ જીયા સુરેશભાઈ પ્રાર્થના કરી આજરોજ તા.૦૩/૦૩/૨૦૨૪ ને રવિવાર ના રોજ દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.પ્રજાપતિ પ્રાચી ભાવેશભાઈ,પ્રજાપતિ ક્રિસ્ટી વિનયભાઈ એ સ્વાગતગીત દ્વારા ડૉ.સુરેશભાઈ ઓઝા (પ્રજાપતિ) એ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.તાજેતરમાં પૂજ્ય મોરારીબાપુ અને રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના વરદ હસ્તે શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તલગાજરડા દ્વારા પારિતોષિક,શાલ તથા પચીસ હાજર રૂપિયાનો ચેક તેમજ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર બંધવડના દક્ષ પ્રજાપતિ સમાજરત્ન દશરથભાઈ પ્રજાપતિ ને ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી ડૉ.નિશાંત ઓઝા,ડૉ.સુરેશ ઓઝા,પ્રમુખ વેલજીભાઈ પ્રજાપતિ,શંકરભાઈ ગાંડાભાઈ મુબારકપુરા, ત્રિભોવનભાઈ હરિભાઈ સરકારપુરા સહિત ટ્રસ્ટીઓએ સન્માન કર્યું હતું.ત્યારબાદ ૫૦ વિધાર્થીઓને દાતાઓ દ્વારા શિલ્ડ આપી સન્માન કરેલ.ત્યારે પ્રાસંગિક પ્રવચન કરતા રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે તમે તો દક્ષ ભગવાન અને ભગત ગોરા કુંભારના વંશજો છો સમાજ ને વાગોળીએ દીકરા-દીકરીઓને ભણાવીએ વારસામાં શિક્ષણનું ભાથું આપવા આહવાન કર્યું હતું અને જ્યારે પણ મારા લાયક કામકાજ હોય તો અચૂક મળજો.ત્યારબાદ આગામી ટૂંક સમયમાં લગ્નોત્સવ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જો લગ્નોત્સવ થાય તો તમામ ખર્ચ પ્રજાપતિ અશોકભાઈ દેવરામભાઈ વારાહી તથા પ્રજાપતિ નિલયભાઈ દિનેશભાઈ દુનાવાડા હાલ -પાટણ  આપશે તેવું જાણવા મળ્યું હતું.કાર્યક્રમનું સંચાલન ડો.સુરેશભાઈ ઓઝાએ જ્યારે આભાર વિધિ કારોબારી સભ્ય સુરેશભાઈ વેલજીભાઈ પ્રજાપતિએ કરેલ.ભોજન પ્રસાદ પ્રજાપતિ દિનેશભાઈ વાલાભાઈ દુનાવાડા હાલ-પાટણ
તરફથી આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે ખારીયા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ,લોટિયા ગામના સરપંચ જગમાલભાઈ પ્રજાપતિ, મણિલાલ પ્રજાપતિ બંધવડ, કેળવણી મંડળના પૂર્વમંત્રી લક્ષમણભાઈ પ્રજાપતિ, હરગોવાનભાઈ ગાંડાભાઈ પ્રજાપતિ મુબારકપુરા,વેલજીભાઈ કે.રોઈટા,નાનજીભાઈ કે. પ્રજાપતિ ઊંડાઈ,કેશાભાઈ પ્રજાપતિ વડનગર,છગનભાઈ ડી.પ્રજાપતિ બાસ્પા સહિત વિશાળ સંખ્યામાં પ્રજાપતિ સમાજ હાજર રહી ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button