કાલોલ નગરપાલિકા દ્વારા”વિકસિત ભારત સંકલ્પ યાત્રા”અન્વયે વિવિધ લાભાર્થીઓને સહાયના ચેકો,લાભો અપાયા

તારીખ ૦૪/૦૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે ગુરુવારના રોજ કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની અધ્યક્ષતા હેઠળ કાલોલ મામલતદાર વાય જે પૂવાર,કાલોલ નગરપાલિકાના વહીવટદાર બી.એમ.જોશી તેમજ કાલોલ ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ તેમજ નગરપાલિકાના માજી પ્રમુખ શૈફાલી ઉપાધ્યાય તેમજ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ રાજપાલ જાદવ તથા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો કાલોલ શહેર પ્રમુખ ગૌરાંગ દરજી,કાલોલ તાલુકા પ્રમુખ નરેન્દ્ર ગોહીલ, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડો.યોગેશ પંડયા અને લાભાર્થીઓ ની હાજરીમાં યોજયો ડો.યોગેશ પંડ્યા દ્વારા પ્રાસંગીક પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૧૫ મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી આરંભરાયેલી”વિકસિત ભારત સંકલ્પ યાત્રા”સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે.જેમાં સરકારની વિવિઘ યોજના જેવી કે આરોગ્ય વિભાગ,પુરવઠા વિભાગ, અંત્યોદય યોજના,આવાસ યોજના,કિસાન ક્રેડિટ કાર્ડ,પેન્શન યોજના,ઉજજવલા યોજના, જનધન યોજના,વીમા યોજના જેવા વિભાગો ને સામાન્ય પ્રજાજન સુઘી પહોચાડી શકાય તેવી સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રીના લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ સૌકોઈએ નિહાળ્યું હતું ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે નરેન્દ્ર મોદી સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી મોદી સરકાર ને પુનઃચૂંટી લાવવા અપીલ કરી હતી.વિવિધ લાભાર્થીઓને ચેકો તેમજ ઉજ્વલા યોજના ના લાભાર્થીઓને સ્થળ ઉપર મહાનુભાવો ના હસ્તે લાભ આપવામાં આવ્યા હતા.










