
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ફેબ્રુઆરી મહિનાનાં આખરમાં ગરમીનો પારો વધ્યો છે.ત્યારે આ ગરમીનાં પારા વચ્ચે અચાનક જ મૌસમે મિજાજ બગાડતા વાતાવરણ દ્વિભાસી બની જવા પામ્યુ છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા,વઘઇ, સુબિર સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકનાં ગામડાઓમાં સોમવારે વહેલી સવારથી સાંજ સુધી નિલ ગગન આભમાં વાદળોએ ઘેરાવો ભરતા વાતાવરણ બેવડાયુ હતુ. ડાંગ જિલ્લામાં ગરમીનાં વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવી જતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.ડાંગ જિલ્લાનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પણ દિવસભર વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા જોવા લાયક સ્થળોમાં બોટીંગ,રોપવે,પેરાગ્લાયડીંગ,ટેબલ પોઈન્ટ,સ્ટેપ ગાર્ડન,વન કવચ,સહીતનાં સ્થળો ખીલી ઉઠ્યા હતા.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વાદળછાયુ વાતાવરણનાં પગલે આંબાનાં આમ્રમંજરી સહીત ફળફળાદી અને શાકભાજી જેવા પાકોને જંગી નુકસાન થવાની ભીતિ સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા..





