JUNAGADHKESHOD

દિપેનભાઈ અટારા સરકારી આરોગ્ય સંસ્થાઓમાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટોનું  GPA માં કરશે પ્રતિનિધિત્વ

સરકારી હોસ્પિટલ, કેશોદ જી.જુનાગઢના લડાયક ફાર્માસિસ્ટ દિપેનભાઈ અટારા જે ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળ માં મિડિયા કન્વીનર, TFGP (ધ ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ ફાર્માસિસ્ટ) માં ઉપપ્રમુખ અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ મા જીલ્લા મહામંત્રી નો હોદ્દો ધરાવે છે  તેઓને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન GPA માં મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. આ તકે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટના વર્ષો જૂના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા અન્ય સંગઠન સાથે સહકાર ભાવના સાથે ફાર્માસિસ્ટ સંવર્ગના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌ ફાર્માસિસ્ટ મિત્રોને આગળ આવી સહકાર આપવા અપીલ છે. જેથી આપણું સંગઠન વધુ મજબૂત બને અને આપણા પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવી શકાય. ફાર્માસિસ્ટ કેડરના મુખ્ય પ્રશ્નોમાં ૧. સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પેટા જીલ્લા કક્ષાની કે જીલ્લા કક્ષાની હોસ્પિટલો ખાતે ઓપીડીના આધારે ફાર્માસિસ્ટનું મહેકમ હોવું જોઈએ.  સરકારશ્રીની ગાઇડલાઈન મુજબ દર  ૧૨૦ દર્દીની ઓપીડી માટે ૧ ફાર્માસિસ્ટનું મહેકમ હોવું જોઈએ. ૨. કેન્દ્ર સરકારના ધોરણે બે વર્ષની ફરજ બજાવ્યા બાદ રૂ.૪,૨૦૦/- નો ગ્રેડ પે મળવો જોઈએ ૩. વર્ષો જૂનો જોબ ચાર્ટ અપડેટ કરી કેશ કાઢવાની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે. અને દરેક આરોગ્ય સંસ્થામાં કેશ વિતરણ માટે વર્ગ ૪ કે કેશ રાઈટરની વ્યવસ્થા કરવામાં આવે. ૪. દરેક આરોગ્ય સંસ્થામાં ફાર્મસી એકટની જોગવાઈ મુજબ દવા વિતરણ માટે ડિસ્પેન્સરી માટે નિયમાનુસાર જગ્યા અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવે તેમજ દવાનો સ્ટોર દવાની ગુણવત્તા જાળવી શકાય તેવો પૂરતી જગ્યા સાથે જરૂરી તાપમાને દવાને જાળવી શકાય તેવો બનાવવો. ૫. દરેક આરોગ્ય સંસ્થામાં ફાર્માસિસ્ટની કામગીરી એક જ પ્રકારની (યુનિફોર્મ) લેવામાં આવે. ૬. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક સિનિયર ફાર્માસિસ્ટની જગ્યાનું મહેકમ જરૂરી છે. ૭. કેડર માટે પ્રમોશનની તક વધે તે માટે નવું મહેકમ જરૂરી છે. ૮. ફાર્મસી કાઉન્સિલમાં સરકારી ફાર્માસિસ્ટ માટે જગ્યા વગેરે જેવા અન્ય પ્રશ્નોના નિકાલ હેતુ તમામ સરકારી આરોગ્ય સંસ્થાના ફાર્માસિસ્ટ મિત્રો પોતાની રજૂઆત હેતુ દીપેનભાઈનો સંપર્ક ૯૮૨૫૩૬૫૯૫૯ પર કરી શકો છો. તેમજ જે ફાર્માસિસ્ટ મિત્રો કોઈ જવાબદારી લેવા ઈચ્છતા હોય તેઓ પણ સંપર્ક કરી શકે છે. ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા ફિક્સ પગાર નીતિ વિરુદ્ધ તેમજ ફાર્માસિસ્ટ સંવર્ગના સારા ભવિષ્ય હેતુ ઘણા સારા કામ કરેલ છે અને કરશે જેથી આ સંગઠનને મજબૂત કરવા આગળ આવવા અને સહકાર આપવા તમામ સરકારી ફાર્માસિસ્ટ મિત્રોને અપીલ છે. આ તકે જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે તમે જ્યારે મેડિકલ સ્ટોર પર દવા લેવા જાવ ત્યારે પૂછો કે – ફાર્માસિસ્ટ કોણ છે? તેનો ફોટો અને લાઇસન્સ જનતાને દેખાય તે રીતે ડિસ્પ્લે કરેલ છે કે કેમ ? હંમેશા દવા અધિકૃત કરેલ ફાર્માસિસ્ટ પાસેથી જ લેવાની અને જો મેડિકલ સ્ટોર પર ફાર્માસિસ્ટની ગેરહાજરી જણાય તો તમારા જિલ્લાના ડ્રગ ઇન્સ્પેક્ટરને જાણ કરો. દવાની ખરીદ, વેંચાણ અને સંગ્રહ કરવાની જવાબદારી અને સત્તા માત્ર ફાર્માસિસ્ટને જ છે. અન્ય કોઈ કરે છે તો તે ગુનો બને છે તેવી કાયદાની જોગવાઇ છે.

રિપોર્ટ : અનિરૂદ્ધસિંહ બાબરીયા – કેશોદ

 

[wptube id="1252022"]
Back to top button