AHAVADANG

ડાંગ: આહવા ખાતે વલસાડ-ડાંગનાં સાંસદ કે.સી પટેલની અધ્યક્ષતામાં લાભાર્થી સંમેલન યોજાયુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારનાં સુશાસનનાં 9 વર્ષ પૂર્ણ થતા ડાંગ જિલ્લાનાં મુખ્યમથક આહવા ખાતે વલસાડ-ડાંગનાં સાંસદ કે.સી પટેલની અધ્યક્ષતામાં લાભાર્થી સંમેલન યોજાયુ.. પ્રાપ્ત વિગતો અનુસાર વૈશ્વિક નેતાની ઓળખ ધરાવનાર ભારત દેશનાં લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રમાં સુશાસનની સાથે 9 વર્ષ પૂર્ણ કર્યા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને વિકાસકીય યોજનાઓમાં વેગ આપી દેશને પ્રગતિની હરોળમાં મૂકી દીધો છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 9 વર્ષ પૂર્ણ કરતા સમગ્ર દેશ સુશાસન દિવસની ઉજવણી કરી રહ્યુ છે.આજરોજ ડાંગ જિલ્લામાં ભાજપા સંગઠન દ્વારા પણ જિલ્લા કક્ષાએ લાભાર્થી સંમેલન યોજી સુશાસન દિવસની ઉજવણી કરી હતી.ડાંગ જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણીનો લાભાર્થી સંમેલન કાર્યક્રમ વલસાડ ડાંગનાં સાંસદ ડૉ. કે.સી.પટેલનાં નેજા હેઠળ યોજાયો હતો.ડાંગ જિલ્લામાં યોજાયેલ લાભાર્થી સંમેલનમાં વલસાડ ડાંગનાં સાંસદ ડૉ. કે.સી.પટેલ,ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત, ડાંગ જિલ્લાના ભાજપા પ્રભારી રાજેશભાઈ દેસાઈ,ડાંગ જિલ્લા ભાજપા સંગઠનનાં પ્રમુખ  કિશોરભાઈ ગાવીત,મહામંત્રીઓમાં હરિરામભાઈ સાંવત,દિનેશભાઇ ભોયે,રાજેશભાઈ ગામીત સહીતનાં મહાનુભાવોએ ઉપસ્થિત રહી  ડાંગ જિલ્લામાં ભાજપાનાં શાસનમાં થયેલ વિવિધ વિકાસકીય યોજનાઓ તથા લાભાર્થીઓને મળેલ લાભ અંગેનો ચિતાર વ્યક્ત કરી રાજ્યનાં મુખ્યમંત્રી તથા દેશનાં વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.આ લાભાર્થી સંમેલનમાં આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ કમળાબેન રાઉત,સુબીર તાલુકા પંચાયતના પ્રમુખ બુધુભાઈ કામડી, વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ શકુંતલાબેન પવાર,ડાંગ જિલ્લાનાં અલ્પકાલીન વિસ્તારક અનિલભાઈ ચૌધરી,આદિજાતિ મોરચાનાં ડાંગ જિલ્લાના પ્રભારી સંજયભાઈ ગામીત,સંગઠનનાં હોદેદારો, જિલ્લા /તાલુકા પંચાયતનાં સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ભાજપા સંગઠનનાં હોદેદારોએ સેવા અને સમર્પણના 9 વર્ષ વિશે ચર્ચા કરી અને જન કલ્યાણ યોજના અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ.આહવા ખાતે યોજાયેલ ભાજપાનાં લાભાર્થી સંમેલનમાં હજારોની સંખ્યામાં લાભાર્થીઓની જનમેદનીએ ઉપસ્થિત રહી ડબલ એન્જીન સરકારનાં સુશાસન દિવસની ઉજવણી કરી હતી..

[wptube id="1252022"]
Back to top button