MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઘુંટુમાં ઝેરી કેમિકલ છોડનાર સામે પગલાં ભરવા ગ્રામજનોની પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી અને તાલુકા પોલીસને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત

MORBI:મોરબીના ઘુંટુમાં ઝેરી કેમિકલ છોડનાર સામે પગલાં ભરવા ગ્રામજનોની પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી અને તાલુકા પોલીસને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત

મોરબીના ઘૂટું ગામે ગત તા. ૧૯ ના રોજ રાત્રીના સમયે નર્મદા કેનાલ પાસે કેમિકલ ભરેલ એક ટેન્કર ઠાલવવા આવ્યું હોય જેને ગ્રામજનોએ ઝડપી લીધું હતું અને જીપીસીબી તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે ઝડપાયેલ ટેન્કરના માલિક કોણ છે, પ્રદુષણ ફેલાવવાનું કેટલા સમયથી ચાલતું હતું સહિતના વેધક સવાલો સાથેનું આવેદન ગ્રામજનોએ પાઠવ્યું હતું આજે ગ્રામજનો જીપીસીબી કચેરી અને બાદમાં મોરબી તાલુકા પોલીસ મથકે દોડી ગયા હતા અને વેધક સવાલો સાથેનું આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું

ઘૂટું ગામના આગેવાન દેવજીભાઈ પરેચા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા અને મનોજભાઈ પનારા સહિતના આગેવાનોને સાથે રાખી ગ્રામજનોએ આજે જીપીસીબી કચેરી અને તાલુકા પોલીસ કચેરીએ જઈને આવેદન આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ઘૂટું ગામે ઝડપાયેલ ટેન્કરમાં ક્યાં પ્રકારનું કેમિકલ હતું, ટેન્કરના માલિક કોણ હતા, ટેન્કર ક્યાં કારખાનેથી ભરીને આવ્યું હતું અને કેટલા સમયથી આ પ્રદુષણ ફેલાવવાનું કામ ચાલતું હતું તે સવાલોના જવાબ આપવામાં આવે ગ્રામજનોએ વેધક સવાલો પૂછી આ તમામ બાબતની તપાસ કરવાની માંગ કરી હતી ટેન્કરના માલિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના સાળાનું છે તે વાત સાબિત થઇ ગઈ છે ત્યારે ધારાસભ્યના દબાવમાં જો FIR કરવામાં નહિ આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેમ જણાવ્યું હતું

સામાજિક અગ્રણી દેવજીભાઈએ જણાવ્યું હતું કે રજૂઆત કરી ત્યારે શું કાર્યવાહી કરી, રીપોર્ટ આપો તેવી માંગ કરી હતી અને કાર્યવાહી ના થાય તો આંદોલન કરાશે રસ્તા રોકો આંદોલન ગ્રામજનો કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે રોડથી ગાડી હળવદ લઇ જતા હતા મોરબી આવતી હતી તેવી વાતો કરે છે તો ઘૂટું ગામની સીમમાં કેમ ખાલી કરી આજે આવેદન આપ્યું છે ૧૫ દિવસમાં કાર્યવાહી ના થાય અને રીપોર્ટ ના મળે તો ઉગ્ર આંદોલન કરશું ક્યાં કારખાનેથી ગાડી આવી હતી તેનો જવાબ મળવો જોઈએ તેવી માંગ કરી હતી

જીપીસીબી અધિકારી મહેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે સ્થળ વિઝીટ કરી સેમ્પલ લીધા છે જે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલ્યા છે રીઝલ્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરશે પોલીસ પાસે રીપોર્ટ મંગાવ્યો છે જેમાં કોણ ટેન્કર લાવ્યું, ક્યાંથી લાવ્યા, શું કામ લાવ્યા તે રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક દ્રષ્ટીએ લાઈટ એસીડીક હોઈ સકે તેમ અધિકારીએ જણાવ્યું હતું

જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પણ આવેદન આપતી વેળાએ સાથે રહ્યા હતા જેઓએ મીડિયાને જણાવ્યું હતું કે ઘૂટું ગ્રામજનોએ ટેન્કર પકડી પાડ્યાની માહિતી મળી હતી જીલ્લામાં આવા ગોરખધંધા બેફામ ચાલી રહ્યા છે ટેન્કર ગ્રામજનોએ પકડી પાડ્યા બાદ પોલીસને સોપ્યું હતું પરંતુ પોલીસે વાહન છોડી મુક્યું હતું આવા ગોરખધંધામાં કોણી સંડોવણી છે તે જાહેર થવું જોઈએ તેની તપાસ થવી જોઈએ જીપીસીબીની મંજુરી વિના વાહન કેમ છોડવામાં આવ્યું આવી બેધારી નીતિ સામે કોંગ્રેસ પ્રજા સાથે ઉભી છે અને અવાજ ઉઠાવતા રહેશું એમ જણાવ્યું હતું

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button