
તા.૬ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
શ્રી રાજકોટ લોધિકા તાલુકા સહકારી પ્રોસેસિંગ અને માર્કેટિંગ મંડળી લિમિટેડની વર્ષ ૨૦૨૩ માટેની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ ઉમેદવારી પત્રો ૬ થી ૯ જુન સુધી મેળવી શકાશે. ૯ જુન ઉમેદવારી પત્રો ભરીને રજૂ કરવાની છેલ્લી તારીખ છે. મળેલા ઉમેદવારી પત્રોની યાદી ૬ થી ૯ જૂન સુધીમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૨ જૂનના રોજ કરાશે. માન્ય ઉમેદવારી પત્રોની યાદી ૧૩ જુને પ્રસિદ્ધ કરાશે. ૧૪ અને ૧૫ જુન સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. હરીફ ઉમેદવારોની આખરી યાદી ૧૬ જુને પ્રસિદ્ધ કરવામાં આવશે. જો મતદાન કરવાનું થશે તો ૨૬ જુને મતદાન, ૨૭ જુને મતગણત્રી અને મતદાનનું પરિણામ ૨૭ જુને જાહેર કરાશે.

આ તમામ કામગીરી કચેરી સમય દરમિયાન મામલતદાર કચેરી, રાજકોટ તાલુકા, જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, રાજકોટ ખાતે યોજાશે. તેમ રાજકોટ લોધીકા તાલુકા સહકારી પ્રોસેસિંગ અને માર્કેટિંગ મંડળી લિમિટેડના ચૂંટણી અધિકારી તથા રાજકોટ શહેર-૨ ના પ્રાંત અધિકારી શ્રી સંદીપકુમાર વર્માની યાદીમાં જણાવાયું છે.








